Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સરથાણા નિવાસી આશ્રમ શાળા ખાતે 118 બાળકોને રેસ્ક્યુ કરી સ્થાનિક કોમ્યુનિટી હોલ ખાતે આશ્રય અપાયો

સરથાણા નિવાસી આશ્રમ શાળા ખાતે 118 બાળકોને રેસ્ક્યુ કરી સ્થાનિક કોમ્યુનિટી હોલ ખાતે આશ્રય અપાયો

Hindusthan Samachar 3 months ago

સુરત, 07 જુલાઈ (હિ.સ.) ગઈકાલથી સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક બચાવ અને સ્થળાંતર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રસ્તાઓ, ઘરો તેમજ અન્ય સ્થળોએ પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

આ કામગીરીના ભાગરૂપે સરથાણા સ્થિત નિવાસી આશ્રમ શાળાના કુલ 118 વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે આશ્રય અને જરૂરી સુવિધાઓ સાથે સ્થળાંતર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તેમના ભોજન, આરોગ્ય અને અન્ય આવશ્યક સુવિધાઓની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati