Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સેનાએ રાજૌરીમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી રોકી, પાછા ફરવા મજબૂર કર્યા

રાજૌરી, નવી દિલ્હી, 28 ઑગસ્ટ (હિ.સ.). ભારતીય સેનાએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.

અધિકારીઓએ જણાવ્યું કે, રાજૌરીના નૌશેરા વિસ્તારમાં રૂમલીધારા નજીક ત્રણ ડ્રોન ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હતા. સતર્ક જવાનોએ તેમની હિલચાલ પારખી લીધી અને તરત જ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સ સક્રિય કરી દીધા.

આ ઝડપી કાર્યવાહીને કારણે ત્રણેય ડ્રોનને સરહદ પાર પાછા ફરવું પડ્યું. આ સાથે જ સાવચેતીના ભાગરૂપે વિસ્તારમાં સર્ચ ઑપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati