Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખાતે 65મી જિલ્લા કક્ષાની સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન

સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખાતે 65મી જિલ્લા કક્ષાની સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન

મહેસાણા, 02 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખણુસા સ્થિત સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ ૬૫મી જિલ્લા કક્ષાની સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આયોજિત આ બે દિવસીય સ્પર્ધામાં અંડર-૧૫ સબજુનિયર ભાઈઓ, અંડર-૧૭ જુનિયર ભાઈઓ અને અંડર-૧૭ જુનિયર બહેનો એમ ત્રણ શ્રેણીમાં કુલ ૧૯ શાળાઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધાના પરિણામોમાં સબજુનિયર ભાઈઓ વિભાગમાં યજમાન સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, ખણુસાએ ટાઈબ્રેકરમાં ૧૧-૧૦થી જીત મેળવી ચેમ્પિયન બન્યું હતું. જુનિયર ભાઈઓ વિભાગમાં તપોવન ઈન્ટરનેશનલ સ્કૂલ, ઘોળાસણએ ટાઈબ્રેકરમાં ૫-૪થી વિજય મેળવ્યો હતો. જ્યારે જુનિયર બહેનો વિભાગમાં પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, મહેસાણાએ ૨-૦થી જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

જિલ્લા રમત-ગમત અધિકારી વિરલકુમાર એ. ચૌધરીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાના સફળ આયોજનમાં સેન્ટ જોસેફ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સહિત ડી.એસ.ઓ. કચેરીના કર્મચારીઓ અને વ્યાયામ શિક્ષકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખેલાડીઓની સુરક્ષા માટે તાલુકા આરોગ્ય સમિતિ, વિજાપુર દ્વારા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati