Dailyhunt
શ્રાધ્ધ તીર્થ પ્રભાસમાં ચૈત્રી શ્રાધ્ધ માસમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સર્વ પિતૃ શ્રાદ્ધ કાર્ય માટે ઉમટી રહ્યું

શ્રાધ્ધ તીર્થ પ્રભાસમાં ચૈત્રી શ્રાધ્ધ માસમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સર્વ પિતૃ શ્રાદ્ધ કાર્ય માટે ઉમટી રહ્યું

ગીર સોમનાથ 3 એપ્રિલ (હિ.સ.) શ્રાધ્ધ તીર્થ પ્રભાસમાં ચૈત્રી શ્રાધ્ધ માસમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સર્વ પિતૃ શ્રાદ્ધ કાર્ય માટે ઉમટી રહ્યું છે તેમાં પણ આજના અગિયારસનો દિવસ વધુ પાવનકારી મનાતો હોય જેથી ભારતના વિવિધ રાજ્યોના ભાવિકો પોતાના દિવંગત પિતૃઓના મોક્ષાર્થે ઉમટયા હતા

સ્કંધપુરાણ અને અનેક ધર્મગ્રંથોમાં સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ નદી તીરે પૂર્વજોના મોક્ષ અર્થે શ્રાધ્ધ કાર્ય કરવાનો અનેરો મહિમા વર્ણવામાં આવ્યો છે હિરણ, સરસ્વતી ,કપિલા નદીના આ સંગમને જ ભગવાન શ્રીકૃષ્ણે સ્વધામ ગમન કરેલ છે પ્રભાસ ના ભૂદેવ પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત રીતે વિઘી વિધાન મુજબ શ્રાદ્ધ કાર્ય કરાય છે જે માટે પ્રભાસ દેશના મુખ્ય શ્રાદ્ધતીર્થોમાં ગણાય છે અને આ તીર્થની વિશેષતા એ છે કે અહીં તમામ જાતના એટલે કે સર્વ પિતૃશ્રાદ્ધ કરાય છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati