Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવતાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્મા*

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવતાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્મા*

ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.)

પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્માએ શીશ ઝૂકાવ્યું હતું.

આસામના મુખ્યમંત્રીએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યા હતાં અને બિલ્વપત્રો-પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતાં ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો.

સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આસામના મુખ્યમંત્રીશ્રીએ સપરિવાર સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી હતી અને સોમનાથ મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આસામના મુખ્યમંત્રીને સોમનાથ મહાદેવની તસવીર ભેટ અર્પણ કરી સ્વાગત-અભિવાદન કર્યુ હતું.

દર્શન દરમિયાન નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ પ્રાંત અધિકારી જે.વી.કાકડિયા, મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati