Dailyhunt
સોમનાથ મંદિર સુરક્ષા સ્ટાફ મે આઈ હેલ્પ યુ નું સૂત્ર સાર્થક કર્યું....

સોમનાથ મંદિર સુરક્ષા સ્ટાફ મે આઈ હેલ્પ યુ નું સૂત્ર સાર્થક કર્યું....

ગીર સોમનાથ 3 એપ્રિલ (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવેલ મહારાષ્ટ્રના વૃદ્ધ મહિલાનો પગ લપસી જતા તેઓ પડી ગયેલા હતા.જેને પગલે સોમનાથ મંદિર સુરક્ષા ના કર્મીઓ તાત્કાલિક દોડી આવતા હતા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવેલ મહારાષ્ટ્રના આકોલા જિલ્લાના પનાજ ગામના મહિલા નિર્મલાબેન અનંતરાવ તાવે મંદિરના પગથિયા પાસે સભાખંડમાં લપસી જતા પડી ગયા હતા.જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર સુરક્ષા પીઆઈ ઉદય રાવલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ તુરંત જ તેમને ગોલ્ફ કારમાં લઈ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તુરંત જ દવાખાને દાખલ કરી તેની સાથે પરિવારજનની જેમ રહી ગુજરાત પોલીસનું મેં આઈ હેલ્પ યુ નું સૂત્ર સાર્થક કર્યું હતું.વૃદ્ધાને પડતા કમરના ભાગે લાગેલ હતું અને તેમણે પોલીસનો આભાર માન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati