
ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : સોમનાથ પ્રભાસ - પાટણ ગણેશોત્સવ ગણેશવિસર્જન ધામધુમ અને ભક્તિ ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશજીનો ગણેશોત્સવ સોમનાથ પ્રભાસમાં ધામધૂમ, સંધ્યા સમૂહ આરતી, ધૂન- ભજન, પૂજાપાઠ રોશની અને શણગાર સાથે શહેર ભક્તિમય બન્યું ધીમે ધીમે જુદા જુદા દિવસોએ ગણપતિ દાદા ની મૂર્તિઓને વિદાય અપાઈ રહી છે.
વિદાય આપતી મૂર્તિઓને ખાસ રથમાં બેસાડી ધૂન ભજન ગણપતિ બાપા મોરિયા ના ગગનભેદી ઘોષનાદો તથા ડીજેના તાલ તેમજ અબીલ - ગુલાલ ની ઉડતી છોળો સાથે વાજતે ગાજતે પ્રભાસના કોળીવાડા, મુકુચોક, રાખરાખચોક, તાલુકા શાળા પાસે, સોમનાથ મંદિર પાસેથી આ વિસર્જન યાત્રા પસાર થઈ. સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ તટે આવેલ મહાકાળી મંદિર પાસે વિસર્જન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

