Dailyhunt

સોમનાથના ગાંગડા ગામેથી જાહેરમા જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

ગીર સોમનાથ, 1 મે (હિ.સ.) : ગીર સોમનાથના ગાંગડા ગામેથી જાહેરમા જુગાર રમતા જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા- ૧૪,૭૦૦/-તથા જુગાર સાહીત્યનો મુદામાલ સાથે પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ. ઉના વિભાગ ઉનાનાઓએ સુચના મળેલ હોય કે,પ્રોહી-જુગાર બદીઓ નેસ્ત-નાબુદ કરી નાખવા બાબતેની સુચના આપેલ જે સુચના અનુસંધાને, જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ ઉનાનાઓની રાહબરી હેઠળ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે.મોરીની સુચનાથી પો.સબ.ઇન્સ.એસ.બી.બોરીચા તથા સર્વલન્સ સ્કોર્ડના ઇન્ચાર્જ એ.એસ.આઇ.શાંતિલાલ સોલંકી તથા જોરૂભા મકવાણા તથા પો.હેડ.કોન્સ.

ભાવસિંહ પરમાર તથા ગીગેવભાઇ ગાંગણા તથા પો.કોન્સ.અનીલભાઇ જાદવ તથા સુનીલભાઇ બાંભણીયા નાઓ પો.સ્ટે.વિસ્તાર પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. શાંતિલાલ વેલાભાઇ સોલંકી તથા પો.કોન્સ.અનીલભાઇ ભુપતભાઇ જાદવ ખાનગી રાહે હકીકત મળેલ કે, ગાંગડા ગામે અમુક ઇસમો પૈસા પાનાથી હાર-જીતનો જાહેરમાં જુગાર રમી રમાડે છે તેવી હકિકત આધારે રેઇડ કરતા મજકુર ઇસમો તથા જુગારના સાહીત્ય સાથે મળી કુલ રોકડા રૂપિયા:-૧૪,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે તે અંગે ઉના પોલીસ સ્ટેશનમા જુગારા ધારા કલમ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓ:-

1. સલીમભાઇ અલારખભાઇ મનસુરી ઉ.વ.૫૯ હાલ રહે.ઉના ઠે.રહીમ નગર નીચલુ પટેલ વાડી તા.ઉના

2. બાવકુભાઇ નનકુભાઇ વરૂ ઉ.વ.-૫૨ રહે.મોટા સાકરીયા ઠે મઇન બજાર તા.જાફરાબાદ જી.અમરેલી

3. ભુપતભાઇ ઉર્ફ બબો કાળુભાઇ જાદવ ઉ.વ.૪૦ રહે.ગાંગડા ઠે. અમુતાલયમ સામે તા.ઉના

4. છોટુભાઇ બાલુભાઇ હસનાણી ઉ.વ.૪૯ રહે.ગાંગડા ઠે.ભુતડા દાદા પાસે તા.ઉના

5. અબુભાઇ ઉર્ફ મેશન હસનભાઇ બમાણી ઉ.વ.૬૦ રહે. ટીંબી ઠે.મજીદ બાજુમા તા.જાફરાબાદ જી.અમરેલી

6. જોગુભાઇ બાપુભાઇ પરમાર ઉ.વ.૪૭ રહે.ગાંગડા ઠે.નાના ચોરા પાસે તા.ઉના જી.ગીર સોમનાથ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati