Dailyhunt
સુરતમાંં સગરામપુરા પોલીસ ચોકી સામે જ દુકાનદાર પર ચપ્પુ વડે હુમલો

સુરતમાંં સગરામપુરા પોલીસ ચોકી સામે જ દુકાનદાર પર ચપ્પુ વડે હુમલો

સુરત, 02 એપ્રિલ (હિ.સ.) : શહેરના નવસારી બજાર ખાતે આવેલ સગરામપુરા પોલીસ ચોકીની સામે જ હાર્ડવેયરના દુકાનદાર પર અસામાજીક તત્વોએ ચપ્પુ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલાની ઘટનાને પગલે સ્થળ પર હંગામો મચી ગયો હતો. જયારે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા દુકાનદારને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર ખાતે હાર્ડવેયરની દુકાન ધરાવતા બસંત બાઈદાન રામને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે નવી સીવીલ હોસ્પિટલમા ક્હેડવામાં આવ્યો હતો.

જ્યારે ડુઇકડનારે જણાવ્યું હતું કે નવસારી બાજર સગરમપૉઉર પોલિસ ચોકી નજીક તેમની હાર્ડવેરની દુકાન છે. તેઓ દુકાન ખોલવા ગયા ત્યારે બે અસામાજિક તત્વો દુકાનની બહાર દારૂ પીતા હતા તેમને ત્યાંથી ખસી જવાનું કહેતા તેઓએ તેમની ઉપર ચપ્પુથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. વધુમાં દુકાનદારે જણાવ્યું હતું કે અસામાજિક તત્વોનો અહીં કાયમનું ત્રાસ છે ઘણીવાર તેઓ દુકાન પર આવતા ગ્રાહકો સાથે પણ ગાળ ગલોચ કરતા હોય છે અને ત્રાસ ફેલાવતા હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati