Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતના મહિધરપુરામાં મેડિકલ સ્ટોરમાં ₹30 હજારની ચોરી, લાઇટરના અજવાળે તસ્કરે ચલાવ્યો હાથફેરો

સુરતના મહિધરપુરામાં મેડિકલ સ્ટોરમાં ₹30 હજારની ચોરી, લાઇટરના અજવાળે તસ્કરે ચલાવ્યો હાથફેરો

સુરત, 04 જુલાઈ (હિ.સ.): સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં અજાણ્યા તસ્કરે મોડી રાત્રે તાળું તોડી અંદર પ્રવેશ કરીને અંદાજે ₹30 હજારની રોકડની ચોરી કરી હતી. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોવા મળે છે કે દુકાનમાં ઘૂસ્યા બાદ ગરમી લાગતાં તસ્કરે પોતાનું ટી-શર્ટ ઉતારી દીધું અને અંધારામાં વસ્તુઓ જોવા માટે લાઇટરના અજવાળાનો ઉપયોગ કરીને ગલ્લામાંથી રોકડ રકમ ચોરી કરી હતી.

માહિતી મુજબ, રામપુરા મેઈન રોડ પર આવેલા ઈશ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં રાહુલ મોદી છેલ્લા સાડા ત્રણ વર્ષથી 'રાહુલ કેમિસ્ટ' નામે દવાની દુકાન ચલાવે છે. તેઓ રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ તસ્કરે દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બીજા દિવસે સવારે દુકાન ખોલ્યા બાદ ગલ્લાનું ડ્રોઅર તપાસતાં તેમાં રાખેલા ₹30 હજાર ગાયબ હોવાનું જણાયું, જેના કારણે વેપારીએ આસપાસ તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.

ફરિયાદ મળતા મહિધરપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. વેપારીએ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે, જેમાં શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો અને હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે ગુનો નોંધી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ અને માનવ સૂત્રોની મદદથી આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati