Dailyhunt

સુરતનીસચિન જીઆઈડીસીમાં રખડતાં શ્વાનોનો આતંક: 5 વર્ષીય બાળક પર હુમલો, સિવિલમાં સારવાર હેઠળ

સુરત, 02 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરમાં રખડતાં શ્વાનોની વધતી સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક પર શ્વાનોના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભય અને રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, હિતેશ નામનો બાળક બગીચામાં રમતો હતો ત્યારે અચાનક ચારથી પાંચ રખડતાં શ્વાનો ત્યાં આવી પહોંચ્યા અને તેના પર તૂટી પડ્યા.

અચાનક થયેલા હુમલાથી બાળક ગભરાઈ ગયો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બાળકને શ્વાનોમાંથી છોડાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો. હાલ બાળક સારવાર હેઠળ છે અને ડૉક્ટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. સ્થાનિક રહેવાસીઓએ મનપા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને રખડતાં શ્વાનોના વધતા આતંક સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનોના હુમલાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે, છતાં નિયંત્રણ માટે પૂરતી કાર્યવાહી ન થતાં નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati