Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સ્વચ્છતા જ સેવા અભિયાન હેઠળ, જનભાગીદારીથી સ્વચ્છતા પ્રવૃત્તિઓ

સ્વચ્છતા જ સેવા અભિયાન હેઠળ, જનભાગીદારીથી સ્વચ્છતા પ્રવૃત્તિઓ

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિં.સ.) સ્વચ્છતા જ સેવા (એસએચએસ) અભિયાન હેઠળ દિલ્હી મંડળ, ઉત્તર રેલવે દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વિવિધ સ્વચ્છતા અને જનભાગીદારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અભિયાનનું સમાપન 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસ તરીકે થશે. આ વર્ષે અભિયાનનો વિષય "સ્વચ્છતામાં સહભાગ; સ્વચ્છ ભારત, વિકસિત ભારત" રાખવામાં આવ્યો છે.

ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું કે, સ્વચ્છતા જ સેવા રાષ્ટ્રવ્યાપી અભિયાન છે, જેનો ઉદ્દેશ્ય સક્રિય સહભાગિતા, સામૂહિક જવાબદારી દ્વારા સ્વચ્છતાની સંસ્કૃતિને મજબૂત કરવાનો છે. અભિયાનમાં સાર્વજનિક સ્થળોની સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, યુવા સહભાગિતા, સફાઈ કર્મચારીઓની ગરિમા અને સુરક્ષા તથા વ્યાપક જનભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

અભિયાન હેઠળ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા માટે વિવિધ શાળાઓમાં ચિત્રકલા અને ભાષણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે, રેલવે સ્ટેશનો પર મુસાફરોને સ્વચ્છતા જાળવી રાખવા પ્રત્યે જાગૃત કરવા માટે દિલ્હી જંકશન, નવી દિલ્હી રેલવે સ્ટેશન અને આનંદ વિહાર ટર્મિનલ પર નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશનો પર સ્વચ્છતાના ધોરણોમાં સુધારો લાવવા માટે સઘન સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati