Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ: જોરદાર પવનથી વૃક્ષ ધરાશાયી, સયાજીગંજ પાસે ટ્રાફિક ખોરવાયો

વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ: જોરદાર પવનથી વૃક્ષ ધરાશાયી, સયાજીગંજ પાસે ટ્રાફિક ખોરવાયો

Hindusthan Samachar 4 months ago

વડોદરા, 07 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જોરદાર પવન પણ ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે વર્ષો જૂનું વિશાળ વૃક્ષ રસ્તા પર ધરાશાયી થતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી.

વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.

સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે આવેલું વર્ષો જૂનું વિશાળ વૃક્ષ અચાનક રસ્તા પર પડી જતાં એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

વૃક્ષ રસ્તાની વચ્ચોવચ પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને થોડા જ સમયમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેથી માર્ગ ફરી શરૂ કરી શકાય. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ સામે આવ્યા નથી.

ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ વધી રહી હોવાથી તંત્ર દ્વારા જોખમી અને જર્જરિત વૃક્ષોની સમયસર તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati