Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડોદરામાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન: ઝોન-1 અને ઝોન-2માં શંકાસ્પદ વાહનો અને અસામાજિક તત્વો પર તવાઈ

વડોદરામાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન: ઝોન-1 અને ઝોન-2માં શંકાસ્પદ વાહનો અને અસામાજિક તત્વો પર તવાઈ

વડોદરા,05 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ મેળવવાના હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન-1 અને ઝોન-2 વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શંકાસ્પદ વાહનો, અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝોન-1 અને ઝોન-2ના મોટાભાગના વિસ્તારો રહેણાંક હોવાથી મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા વિશેષ સરપ્રાઇઝ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઓપરેશન દરમિયાન નંબર પ્લેટ વગરના તેમજ શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત, અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા જૂના ગુનેગારો, એનસીઆર (NCR) ડેટામાં નોંધાયેલા શંકાસ્પદ ઇસમો અને તેમની હિલચાલ પર પણ પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

માત્ર ચેકિંગ પૂરતું નહીં, પરંતુ રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બને તે માટે વિવિધ સોસાયટીઓના સિક્યુરિટી ગાર્ડ્સને પણ બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. તેમને શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ ઘટના જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી નિયમિત પ્રિવેન્ટિવ એક્શન અને એરિયા ડોમિનેશન અભિયાનનો ભાગ છે. શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati