- ત્રણ ઓગસ્ટના રોજ મતગણતરી
વડોદરા,02 જુલાઇ (હિ.સ.) સતત આઠ વખત વિધાનસભામાં ચૂંટાઈને આવનાર અને જેઓ ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ સભ્ય તરીકે ઓળખાતા હતા. 'લોકહિત રક્ષક' તરીકેની તેમની છબી જનમાનસમાં ખૂબ લોકપ્રિય હતી એવા ભાજપના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી હતી. જે માટેની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.
ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી હતી. જે માટેની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.
30મી જુલાઈના રોજ માંજલપુર વિધાનસભાની બેઠક પર મતદાન થશે. આ સાથે ત્રણ ઓગસ્ટ, 2026ના રોજ મતગણતરી કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે,30મી જુલાઈના રોજ માંજલપુર વિધાનસભાની બેઠક પર મતદાન કરવામાં આવશે.
આ સાથે ત્રીજી ઓગસ્ટના રોજ મતગણતરી કરવામાં આવશે. મતદાન પહેલા 14મી જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 16મી જુલાઈના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ 84 વર્ષના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું હતુ. તેમનું બ્લડપ્રેશર અને ડાયાબિટીસ વધતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું હતુ. તેમના નિધનથી ગુજરાત વિધાનસભા માંજલપુરની બેઠક ખંડિત થઈ હતી.
વડોદરા માંજલપુર બેઠક પર થશે પેટા ચૂંટણી, 30 જુલાઈએ યોજાશે મતદાન
યોગેશ પટેલ વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા.
યોગેશ પટેલે 1990માં જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત એમએલએ બન્યા હતા. તેઓ 1995માં ભાજપમાં જોડાયા હતા. રાવપુરા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય બન્યા હતા. માંજલપુર બેઠક પર ત્રણ ટર્મથી ચૂંટાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ
