Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાપીના કરવડથી 33 વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે ગુમ, ડુંગરા પોલીસે જાહેર કરી શોધખોળ

વાપીના કરવડથી 33 વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે ગુમ, ડુંગરા પોલીસે જાહેર કરી શોધખોળ

વલસાડ,05 ઓગસ્ટ (હિ.સ.)

વાપીના કરવડ પટેલ ફળિયા વિસ્તારમાં આવેલી ચંપકભાઈ પટેલની ચાલમાં રહેતી 33 વર્ષીય પરિણીતા હૈના અજહર મોહમદ રિયાજઉદ્દીન (મૂળ વતન: તેતરહાત, જિ. લખીસરાય, બિહાર) તા. 20 જુલાઈ, 2026ના રોજ સવારે આશરે 10 વાગ્યે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ છે.

પરિવારજનોએ તેમની તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરી હોવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હોવાથી ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરવામાં આવી છે.

ગુમ થયેલી હૈના આજદિન સુધી પરત ફરી નથી.

ગુમ થયેલી મહિલાનું વર્ણન મુજબ તેમનો બાંધો પાતળો, રંગ ઘઉંવર્ણ, ઊંચાઈ અંદાજે 5 ફૂટ 3 ઈંચ છે. તેઓ ઘરેથી નીકળ્યા સમયે કાળા રંગનો બુર્કો પહેરેલા હતા.

ડુંગરા પોલીસે અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિને હૈના અજહર મોહમદ રિયાજઉદ્દીન અંગે કોઈ માહિતી મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનના મોબાઇલ નંબર 6359626132, વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ 02632-253333 / 242900 અથવા ઈ-મેઈલ sp-val@gujarat.gov.in પર તાત્કાલિક જાણ કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati