Dailyhunt
વાસ્મો ખેડા દ્વારા પ્રેરણા પ્રવાસ: મહિલાઓએ ગણેશપુરા ગામેથી પાણી વ્યવસ્થાપન શીખ્યું

વાસ્મો ખેડા દ્વારા પ્રેરણા પ્રવાસ: મહિલાઓએ ગણેશપુરા ગામેથી પાણી વ્યવસ્થાપન શીખ્યું

મહેસાણા, 03 એપ્રિલ (હિ.સ.) : વાસ્મો ખેડા દ્વારા પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના વિવિધ ગામોની પાણી સમિતિ સાથે સંકળાયેલી મહિલાઓને મહેસાણા જિલ્લાના ગણેશપુરા ગામની મુલાકાત કરાવવામાં આવી હતી. આ પ્રવાસનો મુખ્ય હેતુ મહિલાઓને સફળ પાણી વ્યવસ્થાપન અને સંચાલન અંગે પ્રાયોગિક સમજ આપવાનો હતો.

ગણેશપુરા ગામમાં અમલમાં મૂકાયેલ પાણી સંચાલનની સુવ્યવસ્થિત પદ્ધતિઓ વિશે મહિલાઓને સ્થળ પર જ સમજાવવામાં આવ્યું હતું.

ગામમાં પાણી બચત, વિતરણ અને જાળવણી માટે અપનાવવામાં આવતા ઉપાયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પ્રવાસ દરમિયાન મહિલાઓએ ગામના પાણી સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી અને તેમના અનુભવોમાંથી શીખ મેળવી હતી. આથી તેઓ પોતાના ગામોમાં પણ આવા સફળ મોડલ અમલમાં મૂકી શકે તેવી પ્રેરણા મળી હતી.

વાસ્મો દ્વારા આયોજિત આ પ્રેરણા પ્રવાસ મહિલાઓના સશક્તિકરણ અને ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાણી સંચાલનમાં મહિલાઓની ભૂમિકા મજબૂત બનશે અને પાણીના સંસાધનોનું સંરક્ષણ વધુ અસરકારક રીતે થઈ શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati