Dailyhunt
વેરાવળ રેયોન કંપનીના ઈ.આર મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકુર ના વિદાય સમારંભ કાર્યક્રમ

વેરાવળ રેયોન કંપનીના ઈ.આર મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકુર ના વિદાય સમારંભ કાર્યક્રમ

સોમનાથ,3 એપ્રિલ (હિ.સ.) વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે અખિલ ગુજરાત માછીમાર મહા મંડળના પ્રમુખ કિશોર કુહાડાના અધ્યક્ષ સ્થાને રેયોન કામદાર સંઘના પ્રમુખ જીતુ કુહાડા તથા રેયોન કામદાર સંઘના તમામ કારોબારી દ્વારા વેરાવળ રેયોન કંપનીના ઈ.આર મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકુરના વિદાય સમારંભ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં રેયોન કંપનીમાં છેલ્લા પાંચ વર્ષમાં સારી કામગીરી કરનાર એવા અનિરુદ્ધસિંહ ઠાકુરઅખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડા તેમજ રેયોન કામદાર સંઘના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ જીતુ કુહાડા તેમજ રેયોન કામદાર સંઘના તમામ કારોબારી દ્વારા રેયોન કંપનીના ઈ.આર.

મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકુર ને પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માન કરી વિદાય આપવામાં આવી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ રીયોન કંપનીના ઈ.આર. જનરલ મેનેજર પ્રિતેશ ગૌસ્વામી, ટાઈમ ઓફિસના મિર્ઝા , રેયોન કામદાર સંઘના ઉપ પ્રમુખ મોહન આગિયા, ઉપ પ્રમુખ રમેશ ભુપ્તા, જનરલ સેક્રેટરી ભરત મહેતા, સેક્રેટરી હિતેશ ચોપડા, સંગઠન મંત્રી દાદુભાઇ શેરે, સહકારી મંત્રી અતુલ સોલંકી, સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધનસુખ કુહાડા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વી ફોફંડી, તેમજ રેયોન કામદાર સંઘના તમામ હેડો કારોબારી, તથા ખારવા સમાજના તમામ આગેવાનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહ ઠાકુર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કંપનીમાં મને જ્યારે થી મેનેજર ની પોસ્ટ પર આવ્યો ત્યારથી મને મારા સાથી મિત્ર કિશોર કુહાડા જીતુ કુહાડા તેમજ તમામ કુહાડા ભાઈઓ દ્વારા મને છેલ્લા પાંચ વર્ષથી પૂરેપૂરો સહયોગ આપ્યો જાણે કે મને પરિવારનો સદસ્ય બનાવ્યો અને કુહાડા પરિવારનો નવમો ભાઈ તરીકે મને સહયોગ આપ્યો તે બદલ હું દિલથી કુહાડા બંધુઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati