Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વીજપડી પાસે ડાયવર્ઝન તૂટતા સાવરકુંડલા-મહુવા રોડ બંધ

વીજપડી પાસે ડાયવર્ઝન તૂટતા સાવરકુંડલા-મહુવા રોડ બંધ

Hindusthan Samachar 4 months ago

અમરેલી,07 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ નજીક ભારે વરસાદના કારણે બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી જતા સાવરકુંડલા-મહુવા મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે ડાયવર્ઝન ધોવાઈ જતાં માર્ગ પરથી પસાર થતા વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ પર અવરજવર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા લોકોને સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા તૂટેલા ડાયવર્ઝનની મરામત અને માર્ગને ફરી શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે માર્ગ પુનઃચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વહીવટી તંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ બંધ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે, તંત્રની સૂચનાઓનું પાલન કરે અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરે. સતત વરસાદને પગલે જિલ્લામાં અન્ય સંવેદનશીલ માર્ગો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati