Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિજાપુરમાં શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ અંતર્ગત, કિશોર સ્વાસ્થ્ય અંગે તાલીમ યોજાઈ

વિજાપુરમાં શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ અંતર્ગત, કિશોર સ્વાસ્થ્ય અંગે તાલીમ યોજાઈ

મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)

વિજાપુર બી.આર.સી. ભવન ખાતે શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ અંતર્ગત કિશોર સ્વાસ્થ્ય અંગેની તાલીમ યોજાઈ હતી. ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ હેઠળ યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલ અને આર.સી.એચ.ઓ. ડો. વિજય જે. પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, સી.આર.સી., મુખ્ય સેવિકા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અને તાલુકા હેલ્થ વિઝિટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ માટેની જરૂરી વ્યવસ્થા બી.આર.સી. ભરતભાઈ દ્વારા કરવામાં આવી હતી.

વર્તમાન તાલીમમાં મોડ્યુલ-1, 2 અને 3 હેઠળ માસિક મિટિંગ, કિશોરાવસ્થાનો તબક્કો તેમજ કિશોર-કિશોરીઓ સાથે સંદેશાવ્યવહાર જેવી થીમ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આગામી તબક્કામાં સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., એમ.પી.એચ.ડબલ્યુ., મેલ-ફિમેલ હેલ્થ સુપરવાઈઝર અને નોડલ શિક્ષકોને તાલીમ અપાશે. અંતિમ તબક્કામાં આશા અને આંગણવાડી કાર્યકરોને સબ સેન્ટર કક્ષાએ તાલીમ આપવામાં આવશે.

શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ અંતર્ગત આગામી 2 વર્ષ દરમિયાન કુલ 23 મોડ્યુલની 23 થીમ પર દર 3 મહિને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati