Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

50 કરોડનું સોનું, કેટલાય બોક્સમાં ચાંદી અને રોકડ રકમ, નેપાળ પૂરમાં ડૂબેલી બેન્કનો ખજાનો નીકળ્યો

Nepal flood: નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરે અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. નુવાકોટ જિલ્લાના ત્રિશૂલી વિસ્તારમાં આવેલી કૃષિ વિકાસ બેંકની શાખા પણ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી. કેટલાંક દિવસ બાદ પરિસ્થિતિમાં થોડો સુધારો થતાં બેંકની અંદર ફસાયેલી કરોડો રૂપિયાની સંપત્તિને સુરક્ષિત બહાર કાઢવા વિશેષ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન બેંકમાંથી આશરે 50 કરોડ નેપાળી રૂપિયા મૂલ્યનું સોનું, દોઢ કરોડ જેટલી રોકડ રકમ, ચાંદી અને અન્ય કિંમતી સામાન સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

પાણી અને કાટમાળ વચ્ચે 8 કલાક ચાલ્યું ઓપરેશન

પોલીસના જણાવ્યા અનુસાર 10 ભાદ્રના રોજ આવેલા પૂરમાં કૃષિ વિકાસ બેંકની ત્રિશૂલી-ઢુંગે શાખાને ભારે નુકસાન થયું હતું. બેંકના સમગ્ર પરિસરમાં પાણી અને કાટમાળ ભરાઈ જતા લોકર સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું હતું.

આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ અને સંબંધિત ટીમોએ સતત આશરે 8 કલાક સુધી કામગીરી કરીને બેંકની અંદર રહેલી કિંમતી ધાતુઓ, રોકડ અને અન્ય મહત્વપૂર્ણ સામાન સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

50 કરોડનું સોનું, દોઢ કરોડની રોકડ મળી

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બચાવ કામગીરી દરમિયાન આશરે 50 કરોડ નેપાળી રૂપિયા મૂલ્યનું સોનું મળી આવ્યું હતું. આ ઉપરાંત લગભગ દોઢ કરોડ નેપાળી રૂપિયાની રોકડ, ચાંદી તથા અન્ય કિંમતી વસ્તુઓ પણ સુરક્ષિત મળી આવી હતી.

બેંકના નાણાકીય રેકોર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોને પણ કાટમાળ અને પાણીમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

બેંક સુધી પહોંચવું પણ બન્યું મોટું પડકાર

ભોટેકોશી નદીના ધસમસતા પૂરના કારણે નેપાળના અનેક વિસ્તારોમાં રસ્તા, ઘરો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. તીવ્ર પાણીના પ્રવાહને કારણે રસ્તાઓ પર કાદવ અને કાટમાળ ભરાઈ જતાં અનેક વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ત્રિશૂલીમાં આવેલી બેંકની શાખા સુધી પહોંચીને અંદર રહેલી કરોડોની સંપત્તિ સુરક્ષિત બહાર કાઢવી તંત્ર માટે મોટો પડકાર બની હતી. જોકે પોલીસ અને બચાવ ટીમોની લાંબી કામગીરી બાદ સોનું, રોકડ, ચાંદી અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત કરવામાં સફળતા મળી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News