West Bengal Elections: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં જે રીતે ઐતિહાસિક બદલાવ જોવા મળ્યો છે, તેને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. તેમાં એક ચર્ચા એવી પણ છે કે શું આ આખો ખેલ તે 91 લાખ નામોએ કરી નાખ્યો, જે ચૂંટણી પહેલાં જ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા હતા? જણાવી દઈએ કે, અહીં ચૂંટણી પંચે ચૂંટણી પહેલાં જ SIR કર્યું હતું, જેના અંતર્ગત રાજ્યભરમાંથી લગભગ 91 લાખ નામ કાપી નાખવામાં આવ્યા હતા.
સૌથી વધુ નામ મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, માલદા, નદિયા અને દક્ષિણ 24 પરગણા જેવા જિલ્લાઓમાંથી કાપવામાં આવ્યા હતા.
જ્યારે પરિણામો જાહેર થયા, ત્યારે આ કાપવામાં આવેલા નામો અને સીટોની હાર-જીત વચ્ચે એક રસપ્રદ જોડાણ જોવા મળ્યું. વાંચો આ રિપોર્ટમાં.
જો આપણે ડેટા પર નજર કરીએ તો, તે દર્શાવે છે કે જ્યાં જેટલા વધુ મત કપાયા, ત્યાં વિરોધ પક્ષને એટલો જ વધુ ફાયદો થયો.
આનો મતલબ શું છે?
ભાજપ અને અન્ય વિરોધ પક્ષોનું કહેવું છે કે આ લોકશાહીની જીત છે. તેમનો આક્ષેપ છે કે વર્ષોથી ફેક મતદારોના આધારે જનમતને પ્રભાવિત કરવામાં આવતું હતું, જેનો SIR પ્રક્રિયાએ ખુલાસો કર્યો. ઘણા નિષ્ણાતો માને છે કે જ્યારે 91 લાખ નામો દૂર થાય છે, ત્યારે તે માત્ર એક આંકડો નથી, પરંતુ તે આખા ચૂંટણી ઇકોસિસ્ટમને બદલી નાખે છે. ઘણી બેઠકો પર હાર-જીતનો તફાવત માત્ર 2 થી 5 હજાર મતનો હોય છે, ત્યારે 25 હજાર જેટલા નામો કપાઈ જવા એ મોટો 'ગેમચેન્જર' થયું.
સરળ શબ્દોમાં કહીએ તો મતદાર યાદીમાંથી ખોટા નામો દૂર થવાથી સીધી અસર બૂથ સ્તરના મેનેજમેન્ટ પર પડી. આ માત્ર નામ કાપવાની પ્રક્રિયા નહોતી, પરંતુ તે એવા સંગઠિત મતબેંકોને અસર કરતી હતી, જે વર્ષોથી એકતરફી મતદાન માટે જાણીતા હતા. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે SIR દ્વારા થયેલી આ સફાઈએ બંગાળની સત્તા બદલવામાં અન્ય કોઈ પણ પરિબળ કરતા વધુ મોટી અને શાંત ભૂમિકા ભજવી છે.
"પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે… EDને નોટિસ મોકલો" CJI સૂર્યકાંત ભડક્યા

