Ahmedabad News: અમદાવાદમાં આવતીકાલથી ક્રિકેટનો માહોલ વધુ ગરમ બનશે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ડે-નાઈટ મેચોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે કેટલાક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે અને વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે.
શહેરમાં વેકેશનની શરૂઆત સાથે જ ક્રિકેટ ફિવર અને આગામી ચૂંટણીના માહોલને કારણે ભીડમાં વધારો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં પોલીસ માટે ટ્રાફિક નિયંત્રણ એક મોટો પડકાર બની શકે છે. 4 એપ્રિલથી 13 મે દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ સાત ડે-નાઈટ મેચો યોજાવાની છે, જેને કારણે આ સમયગાળા દરમિયાન ખાસ વ્યવસ્થા અમલમાં રહેશે. જેને લઈને પોલીસ કમિશ્નરે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 13મી મે સુધી અમલમાં રહેશે.
IPL 2026 CRICKET જાહેરનામું.
ટ્રાફિક માટે નવા નિયમો અને ડાયવર્ઝન
પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિયમ મુજબ જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ગામ ટી સુધીનો માર્ગ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ રહેશે. વાહનચાલકો માટે વિકલ્પરૂપે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી અને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીનો માર્ગ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ કોટેશ્વર રોડ અને એપોલો સર્કલ તરફ પણ અવરજવર કરી શકાશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
મેટ્રો સેવા પણ લંબાવાઈ
IPL મેચોને કારણે અમદાવાદ મેટ્રો રેલ સેવા પણ રાત્રે મોડા સુધી ચાલુ રહેશે. 4 એપ્રિલથી 13 મે સુધી મેચના દિવસોમાં મેટ્રો સેવા રાત્રે 12:30 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. રાત્રે 10 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ પ્રવેશ મેળવી શકશે. ત્યાંથી મુસાફરો શહેરના તમામ કાર્યરત મેટ્રો સ્ટેશનો સુધી જઈ શકશે. આ માટે 50 રૂપિયાની વિશેષ પેપર ટિકિટ ફરજિયાત રહેશે. અમદાવાદ પોલીસ અને મેટ્રો તંત્ર દ્વારા દર્શકોની સુવિધા અને ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
World: બાળકો લકવાગ્રસ્ત થઈ શકે તેવી બીમારીનું અલર્ટ, ડૉકટરોએ આપી ચેતવણી

