Bill Gates AI Warning:બિલ ગેટ્સે પોતાના બ્લોગ 'The turbulent AI era is here. The choices we make now are critical'માં AIના ફાયદા સાથે તેની સામે ઊભા થતા મોટા જોખમોની પણ ચર્ચા કરી છે. તેમનું કહેવું છે કે AI આરોગ્ય, શિક્ષણ, ખેતી અને સરકારી સેવાઓમાં મોટા સુધારા લાવી શકે છે, પરંતુ આ જ ટેક્નોલોજી ખૂબ ઝડપથી માણસની બુદ્ધિ આધારિત અનેક કામગીરીને બદલી શકે છે.
તેમના મતે સમાજ, સરકારો અને નીતિનિર્માતાઓ પાસે AIના આ પરિવર્તનને સંભાળવા માટે હાલ પૂરતો પ્લાન નથી.
ઘણી નોકરીઓ કાયમ માટે ગાયબ થશે
બિલ ગેટ્સે AI સાથે જોડાયેલા ત્રણ મોટા જોખમોમાં સૌથી પહેલા રોજગારનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ઘણી નોકરીઓ કાયમ માટે ગાયબ થશે. તેમના અનુસાર સૌથી વધુ જોખમ એન્ટ્રી લેવલ અને મિડ લેવલ નોકરીઓને રહેશે. AIના કારણે કેટલીક નવી નોકરીઓ જરૂર ઊભી થશે, પરંતુ તે માટે એવી કુશળતાઓની જરૂર પડી શકે છે જેને શીખવામાં વર્ષો લાગી શકે છે.
આ ક્ષેત્રોની નોકરીઓ પર પહેલા અસર થઈ શકે
બિલ ગેટ્સના મતે એઆઈનો પ્રભાવ માત્ર એક કે બે સેક્ટર સુધી મર્યાદિત નહીં રહે. તેમણે સેલ્સ, કસ્ટમર સપોર્ટ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, પેરાલિગલ જેવી નોકરીઓને શરૂઆતમાં વધુ અસર થઈ શકે તેવા ક્ષેત્રો તરીકે દર્શાવ્યા છે. આગળ જઈને એઆઈ લોન અરજીઓનું મૂલ્યાંકન, ડેટા એનાલિસિસ અને દર્દીઓની પ્રાથમિક તબીબી તપાસ જેવી કામગીરી પણ સંભાળી શકે છે. તેમણે કાયદો, મેડિસિન, સોફ્ટવેર અને મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોમાં પણ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે.
યુવાનો માટે નોકરી મેળવવી મુશ્કેલ બનશે?
બિલ ગેટ્સ ખાસ કરીને યુવાનોને લઈને ચિંતિત છે. તેમનું કહેવું છે કે આવનારા સમયમાં યુવાનો જ્યારે પહેલી નોકરી શોધવા નીકળશે ત્યારે એન્ટ્રી-લેવલ તકો ઓછી થઈ શકે છે. આ પ્રકારની નોકરીઓ દ્વારા જ યુવાનો અનુભવ મેળવે છે અને સિનિયર કર્મચારીઓ પાસેથી શીખે છે. જો શરૂઆતની નોકરીઓ એઆઈ સંભાળી લે તો યુવાનો માટે કારકિર્દીની શરૂઆત વધુ મુશ્કેલ બની શકે છે.
સ્માર્ટ રોબોટ આપશે ટક્કર, ફ્રોડ-ડીપ ફેક અને સાઈબર એટેકનું જોખમ
બિલ ગેટ્સનું માનવું છે કે જોખમ માત્ર ઓફિસમાં કામ કરતા વ્હાઈટ કોલર કર્મચારીઓ પૂરતું નહીં રહે. તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે કે આ દાયકાના અંત સુધીમાં વધુ સક્ષમ સ્માર્ટ રોબોટ્સ કન્સ્ટ્રક્શન અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં કેટલીક ફિઝિકલ જોબ માટે માણસો સાથે સ્પર્ધા શરૂ કરી શકે છે. એઆઈ ફ્રોડ, ડિસઈન્ફોર્મેશન, ડિપફેક્સ, સર્વેલન્સ અને સાઈબર એટેકને વધુ શક્તિશાળી બનાવી શકે છે. એઆઈની મદદથી ઓછું ટેક્નિકલ જ્ઞાન ધરાવતા ગુનેગારો પણ વ્યક્તિ, કંપની કે સરકારને ટાર્ગેટ કરી શકે છે. તેમણે હોસ્પિટલ, બેન્કિંગ સિસ્ટમ, પાણી પુરવઠો, વીજળી ગ્રીડ અને સરકારી ડિજિટલ સિસ્ટમ્સ સામે સાઈબર એટેકના જોખમની પણ ચિંતા વ્યક્ત કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું છે Human Reserved વિચાર?
AIના યુગમાં કેટલીક નોકરીઓ માત્ર માણસો માટે જ રાખવાની જરૂર પડી શકે છે તેવી કલ્પનાને બિલ ગેટ્સે હ્યુમન રિઝર્વ્ડ નામ આપ્યું છે. તેમણે આ વિચારની સરખામણી નેચર રિઝર્વ સાથે કરી છે. જેમ કેટલીક જમીન પર બાંધકામ કરી શકાય તેમ હોવા છતાં તેને પ્રકૃતિ માટે બચાવી રાખવામાં આવે છે, તેવી જ રીતે AI કોઈ કામ કરી શકે છતાં કેટલીક ભૂમિકાઓ માનવી માટે અનામત રાખવી જોઈએ. ખાસ કરીને એલ્ડર કેર, હેલ્થકેર, એજ્યુકેશન, મેન્ટલ હેલ્થ જેવા ક્ષેત્રોમાં સહાનુભૂતિ અને માનવીય જોડાણ ખૂબ મહત્ત્વનું છે.
પાસવર્ડ નહીં, હવે આ પદ્ધતિ તમારા એકાઉન્ટને સુરક્ષિત કરશે! જાણો તે કેવી રીતે કરે છે કાર્ય
