Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અખરોટ ખાવાની સાચી રીત શું? જાણો કેટલા અખરોટ રોજ ખાવા ફાયદાકારક

Health Tips : અખરોટને ડ્રાય ફ્રૂટ્સનો 'કિંગ' માનવામાં આવે છે. મગજ જેવા આકારનો આ નટ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટિઓક્સિડન્ટ્સ, પ્રોટીન, ફાઈબર, વિટામિન-ઈ અને મિનરલ્સ શરીરને ગંભીર બીમારીઓથી બચાવે છે. પરંતુ કોઈપણ વસ્તુનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તેનો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે.

જો તમે અખરોટને તમારી દિનચર્યામાં યોગ્ય રીતે સામેલ કરો છો, તો તે તમારા સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. અહીં આપણે જાણીશું કે રોજના કેટલા અખરોટ ખાવા જોઈએ, તેનાથી શું-શું ફાયદા થાય છે અને ખાવાની સાચી રીત કઈ છે.

રોજના કેટલા અખરોટ ખાવા જોઈએ?

કોઈપણ વસ્તુની અતિશયતા નુકસાનકારક હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ દરરોજ 1 થી 2 અખરોટ (લગભગ 28-30 ગ્રામ) ખાવાની સલાહ આપે છે. બાળકો દરરોજ 1 આખું અખરોટ ખાઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અખરોટ ખાવાના ફાયદા

મગજને રાખે તેજ: અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે બ્રેઈન ફંક્શનને બુસ્ટ કરે છે. તે યાદશક્તિ વધારવામાં અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી બચાવવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો: તેમાં રહેલું આલ્ફા-લિનોલેનિક એસિડ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી હાર્ટ એટેકનો ભય ઘટે છે.

વજન નિયંત્રિત કરે: ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જે ઓવરઈટિંગથી બચાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

હાડકાંને બનાવે મજબૂત: તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, જે હાડકાંની ડેન્સિટી (ઘનતા) વધારે છે.

સારી ઊંઘ: અખરોટમાં મેલાટોનિન નામનું હોર્મોન મળી આવે છે, જે તણાવ દૂર કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

અખરોટ ખાવાની સાચી રીત

અખરોટને હંમેશા પલળીને ખાવા સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. રાત્રે 2 અખરોટને પાણીમાં પલાળીને રાખી દો અને સવારે ખાલી પેટે ખાઓ. પલાળવાથી તેમાં રહેલું ફાઈટિક એસિડનું સ્તર ઘટે છે, જેથી શરીર તેના પોષક તત્વોને સરળતાથી પચાવી અને શોષી શકે છે. તમે તેને સવારના નાસ્તામાં, ઓટ્સ, ફ્રૂટ સેલેડ કે સ્મૂધીમાં ક્રશ કરીને પણ ઉમેરી શકો છો. જો તમને પાચન સંબંધિત સમસ્યા હોય કે શરીરમાં ગરમી વધારે રહેતી હોય, તો પલાળ્યા વગરના કોરા અખરોટ વધુ માત્રામાં ન ખાવા.

Disclaimer : અમે એવો દાવો કરતા નથી કે આ લેખની માહિતી સંપૂર્ણપણે સાચી કે સચોટ છે. વધુ વિગતવાર માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News