Dailyhunt
અમદાવાદમાં વહેલી સવારે મિની વાવાઝોડું ત્રાટક્યું, ધૂળ અને ડમરીના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડ્યા

અમદાવાદમાં વહેલી સવારે મિની વાવાઝોડું ત્રાટક્યું, ધૂળ અને ડમરીના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડ્યા

Hum Dekhenge News 2 weeks ago

Gujarat weather forecast: ગુજરાતમાં આજે 19 માર્ચના રોજ અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે 5 વાગ્યાના સુમારે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક ભારે પવન ફુંકાવાની શરુઆત થતાં મિની આંધી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે પવનના કારણે ચારેતરફ ધૂળની ડમરીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. અમદાવાદમાં અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ અને ઝાડ તૂડી પડવાના પણ અહેવાલ મળી રહ્યા છે.

અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી છે, જેના કારણે ધૂળિયો વાતાવરણ થઈ ગયું હતું અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠંડો પવન ફૂંકાવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અનેક જગ્યાએ ઝાડની ડાળીઓ પણ તૂટી પડી છે. ભારે પવન ફૂંકાતા ઉજાલા અને વણઝર વિસ્તારમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી.

બીજી તરફ હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો વિસનગરમાં અનેક દુકાનોના શેડ ધરાશાયી થયા છે અને હોડિંગ પણ ઉડ્યા છે.

હવામાનની માવઠાની આગાહી વચ્ચે ભારે પવન ફૂંકાયું છે અને રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભારે પવન ફૂંકાતા ઘણી જગ્યાએ ઝાડ અને હોર્ડિંગ્સ પડી ગયા છે. અમદાવાદ જ નહીં, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ મિનિ વાવાઝોડું ફૂંકાયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 19મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અચાનક વાવાઝોડાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે વાતાવરણમાં તાપમાનમાં ત્વરિત ફેરફાર થતાં અસ્થિરતા ઊભી થઈ છે. તાપમાનની આ અસ્થિરતાને કારણે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. ગુજરાતના પડોશી રાજસ્થાન પર દરિયના સ્તરથી 1.5 કિમી ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું છે. તેમજ અરબ સમુદ્રમાં પણ એક મિડલ અને અપર ડિસ્ટર્બન્સ તૈયાર થઈ રહ્યું છે.

આગામી ત્રણ કલાકમાં 14 જિલ્લામાં માવઠાની શક્યતા

હવામાન વિભાગ (IMD) દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે સામાન્ય વરસાદ અને ગાજવીજ થવાની સંભાવના છે. આ કમોસમી વરસાદને કારણે વાહનવ્યવહાર અને ખેતીકામમાં સામાન્ય અડચણો આવી શકે છે, જેના પગલે લોકોને સાવચેત રહેવા અને પશુ-પક્ષીઓને સુરક્ષિત સ્થાને રાખવા સલાહ આપવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News