Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અમદાવાદનો વિચિત્ર કિસ્સો: લગ્નના બે જ મહિનામાં સાસરિયાવાળાએ 35 તોલા સોનું અને રુપિયા પડાવી લીધા

મદાવાદ: શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે દહેજ ઉત્પીડન, મારઝૂડ અને નાણાકીય ઠગાઈની ગંભીર પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના માત્ર ગણતરીના મહિનાઓમાં જ સાસરિયાઓએ પરિણીતા પાસેથી 35 તોલા સોનાના દાગીના બળજબરીથી પડાવી લીધા હોવાનો તેમજ પિયર પક્ષ પાસેથી લીધેલી લાખો રૂપિયાની રકમ પચાવી પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

લગ્ન બાદ શરૂ થયો ત્રાસ

પોલીસ ફરિયાદ અનુસાર, શ્યામલ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય પરિણીતાના લગ્ન નવેમ્બર 2025માં સાણંદ-સરખેજ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા અમિત પટેલ સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદથી જ પતિ અમિત પટેલ અને 72 વર્ષીય સાસુ ગીતાબહેન પટેલે પરિણીતાને મેણા-ટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરિણીતાએ આ અંગે સાસુને રજૂઆત કરી ત્યારે તેણે "અમિત ઝનૂની સ્વભાવનો છે, તારે સહન કરવું પડશે" કહીને પુત્રનો જ પક્ષ લીધો હતો.

પતિએ પરિણીતાનો મોબાઈલ ફોન પણ આંચકી લીધો હતો અને માતા-પિતા સાથે વાત કરવા કે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પતિ પોતાની પોલીસ અને ગુંડાઓ સાથે ઓળખાણ હોવાની ધમકીઓ આપતો હતો. સાસરિયાઓ દ્વારા પરિણીતા પર દબાણ બનાવીને અનેક પ્રકારનું નાણાકીય શોષણ કરવામાં આવ્યું હતું.

નાણાકીય શોષણના આક્ષેપો

પરિણીતા પાસેથી 35 તોલા સોનું બળજબરીથી પડાવી લેવાયું હતું. પિયર પક્ષ પાસેથી 32 લાખ રૂપિયા લીધા બાદ તેમાંથી 17.66 લાખ રૂપિયાના ચેક બાઉન્સ થયા હતા. બાકીના 8 લાખ રૂપિયાના ચેક બેંકમાં જમા ન કરાવવા દબાણ કરી તે રકમને દહેજ પેટે ગણી લેવા જણાવ્યું હતું. ધાકધમકી આપી પરિણીતા અને તેના પિતાના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1.40 લાખનો ખર્ચ કરી લીધો હતો અને પરિણીતાના નામે લોન પણ મેળવી લીધી હતી.

બળજબરીથી ખોટું વીડિયો-નિવેદન

અગાઉ જ્યારે આ અંગે પોલીસમાં અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપી પતિ અને સાસુએ પરિણીતા સાથે મારઝૂડ કરી "બધું વ્યવસ્થિત ચાલે છે" તેવું ખોટું વીડિયો રેકોર્ડિંગ અને લિખિત નિવેદન બળજબરીથી લખાવી લીધું હતું. અંતે સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા 11મી જુલાઈના રોજ જેમ-તેમ કરીને ત્યાંથી ભાગીને પોતાના પિયર પહોંચી ગઈ હતી. પિયર આવીને તેણે હિમ્મત દાખવી સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઈંશ્યોરન્સ નહીં હોય તો પેટ્રોલ પણ નહીં મળે, સરકાર શરુ કરશે પાયલટ પ્રોજેક્ટ: સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News