Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

બસમાં 47 કિમી સુધી સગીર સાથે દુષ્કર્મ, બે આરોપી ઝડપાયા

Minor raped :દિલ્હીમાં ચાલતી સ્લીપર બસમાં 16 વર્ષની નાબાલિક વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગ્રેટર નોઇડાથી કાશ્મીરી ગેટ સુધી લગભગ 47 કિલોમીટરના સફર દરમિયાન બસના ડ્રાઇવર અને કંડક્ટરે યુવતી સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ છે. કાશ્મીરી ગેટ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી બસ કબજે લીધી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સંબંધીના ઘરે જતા સમયે બની ઘટના

પીડિતા મૈનપુરી જિલ્લાના એક ગામમાં પરિવાર સાથે રહે છે અને સરકારી ઇન્ટર કોલેજમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. 4 ઓગસ્ટે માતાની વાતથી નારાજ થઈને તે પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળી હતી. તેને નોઇડા સેક્ટર 63માં રહેતા પિતરાઈ ભાઈના ઘરે જવાનું હતું.

ભારે વરસાદ અને અંધારાને કારણે તે ભૂલથી પરી ચોક પર ઉતરી ગઈ હતી. ત્યારબાદ ત્યાં આવેલી બીજી બસને રોકીને તેણે સેક્ટર 63 જવાની માહિતી મેળવી અને બસમાં બેસી ગઈ. બસમાં તે સમયે અન્ય કોઈ મુસાફર નહોતો.

પીડિતાના જણાવ્યા મુજબ બસ આગળ વધ્યા બાદ કંડક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન શરૂ કર્યું. ત્યારબાદ ડ્રાઇવર અને કંડક્ટરે મળીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું અને વિરોધ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.

આરોપીઓ ફરાર થઈ ગયા હતા

બસ મોડી રાત્રે દિલ્હી પહોંચી હતી. આરોપીઓએ યુવતીને કાશ્મીરી ગેટ બસ અડ્ડા નજીક રિંગ રોડ પર ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પીડિતા કાશ્મીરી ગેટ પોલીસ પાસે પહોંચી અને સમગ્ર ઘટનાની જાણ કરી.

પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યું અને તેના નિવેદનના આધારે સામૂહિક દુષ્કર્મ, અપહરણ અને મારપીટ સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો. એસીપી શંકર બેનર્જીની દેખરેખ હેઠળ બનેલી ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચીને ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપને તિમારપુર પાર્કિંગમાંથી ઝડપી લીધા.

47 કિમી સુધી ચાલતી રહી બસ

આ કેસમાં બસની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. બસની બારીઓ પર પડદા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે અંદરની સ્થિતિ બહારથી દેખાતી નહોતી. પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધી બસ લગભગ 47 કિલોમીટર સુધી ચાલી, પરંતુ રસ્તામાં તેની તપાસ થઈ ન હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ બસમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રાઇવર અને કંડક્ટર તેને ગ્રેટર નોઇડાના સૂરજપુર વિસ્તારમાં આવેલી વર્કશોપમાં લઈ ગયા હતા. સમારકામ બાદ બંને ખાલી બસ લઈને તિમારપુર પાર્કિંગ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પરી ચોક પર એકલી ઊભેલી યુવતીએ બસને રોકી હતી.

પોલીસ તપાસમાં આરોપીઓએ યુવતીને સેક્ટર 63 લઈ જવાનું કહીને બસમાં બેસાડી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ બંને આરોપીઓ બસ લઈને તિમારપુર પાર્કિંગ પહોંચ્યા હતા, જ્યાંથી પોલીસે તેમને ઝડપી લીધા.

આ ઘટનાએ જાહેર પરિવહનમાં મહિલાઓ અને સગીરોની સુરક્ષા, બસોની તપાસ તથા ઇમરજન્સી સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

અંકિત બાલિયાન હત્યા કેસ; શામલી એન્કાઉન્ટરમાં બે આરોપીઓ ઠાર

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News