India Vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. પોતાની ધરતી પર ઈંગ્લિશ ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે બીજી T20 ઈંગ્લેન્ડે જીતી લીધી હતી. હવે ત્રીજી T20 મેચ મંગળવાર, 7 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. આ મેચ જોવા માટે ભારતીય ચાહકોએ મોડી રાત સુધી જાગવું પડશે.
તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થઈ હતી. મેચનો ટોસ સાંજે 6:30 વાગ્યે થયો હતો, પરંતુ ત્રીજી T20નો સમય બદલાયેલો છે. આ વખતે મેચ મોડી શરૂ થશે, તેથી ચાહકોએ મેચની મજા માણવા માટે મોડી રાત સુધી જાગવું પડશે.
ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી T20 મેચનો સમય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ મંગળવાર, 7 જુલાઈએ ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામમાં રમાશે. આ મેચનો ટોસ ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે થશે, જ્યારે મેચની શરૂઆત રાત્રે 10:00 વાગ્યે થશે. ટીવી પર તમે આ મેચ ‘સોની સ્પોર્ટ્સ’ની ચેનલો પર લાઈવ જોઈ શકશો. જ્યારે મોબાઈલ પર આ મેચ ‘સોની લિવ’ (Sony LIV) એપ અને ‘જિયોહોટસ્ટાર’ (JioHotstar) એપ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સિરીઝની અત્યાર સુધીની સ્થિતિ
પાંચ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. ભારતે પ્રથમ T20માં 189 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદના કારણે ઈંગ્લેન્ડની ઇનિંગ શરૂ થઈ શકી નહોતી અને લાંબા ઈન્તઝાર બાદ મેચ રદ જાહેર કરવામાં આવી હતી. આ પછી બીજી T20માં પણ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. આ વખતે ભારતે 190 રન બનાવ્યા હતા, જેને ઈંગ્લેન્ડે 19 ઓવરમાં ચેઝ (લક્ષ્ય પ્રાપ્ત) કરી લીધા હતા. આ રીતે યજમાન ઈંગ્લેન્ડ સિરીઝમાં 1-0થી આગળ છે.
