Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભારત-કેનેડા વચ્ચે આર્થિક સંબંધોનો નવો અધ્યાય: 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર ₹4.65 લાખ કરોડ પહોંચાડવાનો મેગા પ્લાન

India-Canada Economic Ties: ભારત અને કેનેડા વચ્ચેના આર્થિક અને રાજનૈતિક સંબંધોમાં એક નવું અને મજબૂત પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. માર્ચ 2026 માં નવી દિલ્હી ખાતે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોના આધારે બંને દેશોના નાણામંત્રીઓ વચ્ચે પ્રથમ આર્થિક અને નાણાકીય સંવાદ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.

આ મહત્વપૂર્ણ સંવાદ બાદ ભારતે કેનેડા સાથે શક્ય તેટલી વહેલી તકે દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર વાટાઘાટો શરૂ કરવાની સ્પષ્ટ ઈચ્છા વ્યક્ત કરી છે. આ વ્યૂહાત્મક પગલાંથી 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર 70 અબજ કેનેડિયન ડોલર (આશરે ₹4.65 લાખ કરોડ) સુધી પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે.

દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) અને CEPA કરાર ઝડપી બનાવવા સંમતિ

આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા અને વિદેશી રોકાણને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેનેડાના નાણામંત્રી ફ્રાન્સિસ-ફિલિપ શેમ્પેને વૈશ્વિક આર્થિક સ્થિતિ અને પોતપોતાની સ્થાનિક નીતિઓની પ્રાથમિકતાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને દેશોએ 2026 ના અંત સુધીમાં કેનેડા-ભારત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) વાટાઘાટો પૂર્ણ કરવા માટે પણ પોતાની કટિબદ્ધતા દોહરાવી છે. આ ઉપરાંત, ભારતીય બજારમાં કેનેડિયન પેન્શન ફંડ્સની નોંધપાત્ર હાજરી અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે ભાગીદારી વધારવા સાથે રોકાણકારો માટે ચોક્કસ સ્થાનિક કર કાયદાઓની જરૂરિયાત સ્વીકારવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કેનેડામાં પણ ચાલશે ભારતનું UPI

આ સંવાદ દરમિયાન કેનેડામાં ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ના વિસ્તરણનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક ચુકવણી સેવા પ્રદાતાઓ સાથે ભાગીદારી કરીને સરહદ પાર નાણાંની લેવડ-દેવડ (રેમિટન્સ) ઝડપી અને સસ્તી બનાવવામાં આવશે, જેનાથી પ્રવાસન, શિક્ષણ, વેપાર અને નાના-મધ્યમ સાહસો (MSMEs) ને સીધો લાભ મળશે. આ સાથે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ખનિજો (Critical Minerals), ઉર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં પુરવઠા શૃંખલા (સપ્લાય ચેઈન) મજબૂત કરવા માટે ભાગીદારી વધારવા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વર્તમાન વેપારની સ્થિતિ

નાણાકીય વર્ષ 2025-26 માં ભારત અને કેનેડા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આશરે 8 અબજ યુએસ ડોલર અંદાજવામાં આવ્યો હતો, જેમાં ભારતની નિકાસ 4.67 અબજ ડોલર અને આયાત 3.28 અબજ ડોલર હતી. વર્તમાન આંકડાઓને જોતાં 2030 સુધીમાં વેપાર ₹4.65 લાખ કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્‍યાંક અત્યંત મહત્વાકાંક્ષી અને ભારતની વધતી આર્થિક તાકાતનો પુરાવો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેનેડિયન કંપનીઓ સાથે આ રોકાણો અંગે સતત વાટાઘાટો કરી રહ્યા છે. આ દ્વિપક્ષીય ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરવા માટે હવે પછીનો બીજો આર્થિક અને નાણાકીય સંવાદ વર્ષ 2027 માં યોજાશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News