Dailyhunt
ચેટિંગ અને ડેટિંગનો ઝડપથી વધતો ક્રેઝ, ટિંડર એપનો બિઝનેસ વધ્યો!

ચેટિંગ અને ડેટિંગનો ઝડપથી વધતો ક્રેઝ, ટિંડર એપનો બિઝનેસ વધ્યો!

જકાલ યુવાનોમાં ડેટિંગ એપ ટિન્ડરનો ખૂબ ક્રેઝ છે. ટિન્ડર એપ દ્વારા યુઝર્સ પાર્ટનર શોધી શકે છે. આ ફીચરને કારણે જ ટિન્ડર યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. તે જ સમયે ટિન્ડરની આવક પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે.

ટિન્ડરની પેરેન્ટ કંપની મેચ ગ્રુપે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે એપ્લિકેશનની આવક 43 ટકા વધીને $1.2 બિલિયન થઈ છે.

ટિન્ડર એપ્લિકેશન પર જાહેરાત દ્વારા પણ આવક થઈ રહી છે.

ટિન્ડરની પેરેન્ટ કંપની મેચ ગ્રુપની કુલ આવક 19 ટકા વધીને $2.1 બિલિયન થઈ ગઈ. ઓપરેટિંગ આવક એક વર્ષ અગાઉની સરખામણીમાં 17 ટકા વધી છે.

મેચ ગ્રુપ ફક્ત ટિન્ડર જ નહીં, પરંતુ હિંગ, ઓકેક્યુપિડ અને મેચ ડોટ કોમ જેવી ડેટિંગ એપ્લિકેશનો પણ ચલાવે છે. વાર્ષિક અહેવાલ મુજબ 2019 માં ટિન્ડરનો સબ્સ્ક્રાઇબર બેઝ 36% વધીને 5.9 મિલિયન થયો હતો.

ટિન્ડર એપ કેવી રીતે કામ કરે છે?

ટિન્ડર એપ યુઝર્સના સ્થાનના આધારે તેમની પ્રોફાઇલ દર્શાવે છે. જો તમે પાર્ટનર વિશે વિચારી રહ્યા છો, તો તમે એપ પર તેમની પ્રોફાઇલ પસંદ કરી શકો છો. જ્યારે બંને તરફથી લેફ્ટ સ્વાઈપ કરવામાં આવે છે, ત્યારે તેમને ક્રશ મેસેજ નોટિફિકેશન મળે છે, જે તેમને ચેટ કરવાની મંજૂરી આપે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News