Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

એકસાથે રાખો છો તુલસી અને મની પ્લાન્ટ? જાણો આ જરૂરી નિયમ, નહીંતર.

Tulsi and Money plant together Vastu rules: ઘરમાં શુભ અને પવિત્ર છોડ વાવવાની વાત આવે ત્યારે આપણી સમક્ષ સૌથી પહેલા બે નામ આવે છે: તુલસી અને મની પ્લાન્ટ. એક તરફ તુલસી ઘરમાં સુખ-શાંતિ લાવે છે, તો બીજી તરફ મની પ્લાન્ટ આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે.

અવારનવાર લોકોના મનમાં સવાલ થાય છે કે શું આ બંને છોડને એકસાથે રાખી શકાય?

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બંને છોડને સાથે રાખવાના કેટલાક ખાસ નિયમો છે. જો આ સાચી રીત જાણી લેવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

વાસ્તુ અને જ્યોતિષ મુજબ શું છે નિયમ?

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટનો સંબંધ બુધ ગ્રહ સાથે છે, જે બુદ્ધિ, વેપાર અને નાણાકીય બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તુલસીનો સંબંધ ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુ સાથે છે, જે સુખ, શાંતિ અને સદ્બુદ્ધિ આપે છે.

બુદ્ધિ વગર નાણાં ટકતા નથી અને નાણાં વગર જીવન ચાલતું નથી. તેથી જ્યારે આ બંને છોડ તમારા ઘરમાં વાસ્તુના નિયમો મુજબ યોગ્ય રીતે સાથે રાખવામાં આવે છે, ત્યારે ઘરમાં બુદ્ધિ અને ધન બંનેનો સંગમ થાય છે.

બંને છોડ વચ્ચે અંતર જાળવવું જરૂરી

બંને છોડ સાથે રાખવાનો અર્થ એ બિલકુલ નથી કે તેમને એક જ કુંડામાં વાવવામાં આવે. બંને છોડનો સ્વભાવ અલગ હોવાથી તેમની વચ્ચે થોડું અંતર રાખવું જરૂરી છે.

  • તુલસી ક્યાં રાખવી?: તુલસીના છોડને હંમેશા ઘરની ઉત્તર કે પૂર્વ (North or East) દિશામાં રાખવો જોઈએ. આ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે.

  • મની પ્લાન્ટ ક્યાં રાખવો?: મની પ્લાન્ટને ઘરના સાઉથ-ઈસ્ટ એટલે કે અગ્નિ ખૂણા (South-East) માં રાખવો શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે આ દિશા ધનના દેવતા કુબેર અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલી છે.

  • બાલકની કે લિવિંગ રૂમમાં કેવી રીતે ગોઠવવું?: જો તમે બંને છોડ બાલકનીમાં રાખતા હોવ તો તુલસીને થોડી ઉત્તર તરફ અને મની પ્લાન્ટને દક્ષિણ તરફ રાખો. બંને વચ્ચે થોડા ફૂટનું અંતર રાખવું જરૂરી છે.

આ 2 ખાસ બાબતોનું હંમેશા ધ્યાન રાખો

1. મની પ્લાન્ટની વેલ તુલસી પર ન ચઢવા દો: મની પ્લાન્ટ એક વેલ (Creeper) છે જે ઉપર તરફ વધે છે. ધ્યાન રાખો કે મની પ્લાન્ટ વધતાં વધતાં તુલસીના છોડને ઢાંકી ન દે. તુલસીનો છોડ હંમેશા સાફ અને ખુલ્લો દેખાવો જોઈએ.

2. સ્વચ્છતા જાળવવી: તુલસી પાસે પૂજા-અર્ચના કરવામાં આવતી હોવાથી ત્યાં બૂટ-ચંપલ કે કચરો ન રાખવો. આ ઉપરાંત, મની પ્લાન્ટના જે પાંદડા સુકાઈ જાય તેને તુરંત કાપીને દૂર કરવા.

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News