Buisness News: ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થયો છે. આજે ગુરુવાર, 2 એપ્રિલના રોજ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 5,346 રૂપિયા ઘટીને 1,45,507 રૂપિયા થઈ ગયા છે. આ દરમિયાન ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 15,176 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તે હવે 2,24,660 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
IBJAના દરો અનુસાર સોનાનો ભાવ હવે બુલિયન બજારમાં તેના ઓલ ટાઈમ હાઈ કરતા રૂ.
1,76,121 થી 30,614 રૂપિયા સસ્તો થયો છે. દરમિયાન IBJA ડેટા અનુસાર, ચાંદીનો ભાવ તેના ઓલ ટાઈમ હાઈ કરતા ભાવ રૂ. 161,273 રૂપિયા ઘટ્યો છે.
IBJA ના દરો અનુસાર આજે, 2 એપ્રિલના રોજ, 995 સોના એટલે કે 23 કેરેટ સોનાનો ભાવ ઘટીને 144,924 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આ દરમિયાન 916 સોના એટલે કે 22 કેરેટ સોનાનો ભાવ પણ 1,33,284 રૂપિયા છે. 750 સોના એટલે કે 18 કેરેટ સોનાનો ભાવ આજે ઘટીને 1,09,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આ દરમિયાન 585 સોના એટલે કે 14 કેરેટ સોનાનો ભાવ પણ સસ્તો થઈ ગયો છે અને હવે તે 85,122 રૂપિયા પર પહોંચી ગયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ હતો કાલનો બંધ ભાવ
કાલે 1 એપ્રિલે બુલિયન માર્કેટમાં 999 સોનાનો બંધ ભાવ રૂ. 1,49,569, જ્યારે 995 સોનાનો ભાવ રૂ. 1,48,970 હતો. સિલ્વરનો બંધ ભાવ 2,39,483 રૂપિયા હતો.
આજના ઘટાડા પાછળનું કારણ શું છે?
યુદ્ધ વચ્ચે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ ઘટવા પાછળના કારણો ટ્રમ્પના ઈરાન યુદ્ધ પરના તાજેતરના નિવેદન પછીનો તણાવ તેલના ભાવમાં વધારો અને મજબૂત ડોલર છે. આજે ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા છે. ખાસ કરીને ચાંદીમાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે
Stock Market: શેરબજારમાં જબરદસ્ત કમબેક, સેન્સેક્સ રોકેટની જેમ વધ્યો

