Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ગુજરાત પોલીસ ભરતી પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટના લેવાશે લેખિત એક્ઝામ

Gujarat Police Exam : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ)ની કુલ - 172 જગ્યા અને ટેક્નિકલ ઓપરેટાની કુલ - 698 જગ્યા માટે ભરતી માટે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા યોજાશે. આ અંગે બોર્ડનું કહેવું છે કે, 17 ઓગસ્ટ બપોરે 2 કલાકથી OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

બંને સંબંધિત ભરતી માટે ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે

પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની 172 જગ્યાઓ, ટેક્નિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યાઓ માટે ભરતી યોજાઈ રહી છે. સૂચનામાં જણાવ્યા અનુસાર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) એમ બંને સંબંધિત ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, કોમન ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર જાહેર કરવામાં આવેલ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જો કોઈ ઉમેદવારે બંન્ને જાહેરાતો માટે ઓનલાઈન અરજી કરી હોય અને યાદીમાં નામ ન હોય તેવા ઉમેદવારો ઓનલાઈન કરેલી અરજીની નકલો સાથે લેખિત રજુઆત ભરતી બોર્ડની કચેરી બંગલા નં.ગ-12, સરીતા ઉદ્યાનની નજીક, સેક્ટર-9, ગાંધીનગર ખાતે તા 10 ઓગસ્ટ સાંજે 5 કલાક સુધી રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કે કુરીયલ માસફતે રજૂઆત કરી શકશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News