GPRB Recruitment 2026: ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડરની કુલ 3000 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે હાલ જાહેર કરાયેલી 3000 જગ્યાઓની સંખ્યામાં વધારો કરવા અંગે પણ રાજ્ય સરકારમાં વિચારણા ચાલી રહી હોવાનું જણાવાયું છે.
29 ઓગસ્ટ, 2026ના GPRB ન્યુ જોબ એલર્ટ મુજબ લોકરક્ષક કેડરમાં UPC, APC અને SRPFની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતીની જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2026 દરમિયાન બહાર પડે તેવી સંભાવના છે.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા?
પ્રસ્તાવિત ભરતીમાં કુલ 3000 જગ્યાઓનો સમાવેશ થાય છે. જેમાં યુપીસી માટે 1000, એપીસી માટે 1000 અને એસઆરપીએફ માટે 1000 જગ્યાઓ રાખવામાં આવી છે. જો સરકાર વધુ જગ્યાઓને મંજૂરી આપે તો આ સંખ્યામાં વધારો થઈ શકે છે. તેથી પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આગામી કેટલાક મહિના ખૂબ મહત્ત્વના બની શકે છે.
ધોરણ 12 પાસ ઉમેદવારો કરી શકશે અરજી
લોકરક્ષક ભરતી માટે ઉમેદવાર ધોરણ 12 એટલે કે હાયર સેકન્ડરી પરીક્ષા પાસ હોવો જરૂરી છે. ઉપરાંત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નિયમો અનુસાર ધોરણ 12 સમકક્ષ માન્ય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો પણ પાત્ર બની શકે છે. ઉમેદવારોએ સત્તાવાર ભરતી જાહેરાત બહાર પડ્યા બાદ વયમર્યાદા, અનામત, ફી અને અન્ય લાયકાત અંગેની સંપૂર્ણ વિગતો ચકાસવી જરૂરી રહેશે.
ડિસેમ્બરથી શરૂ થઈ શકે શારીરિક કસોટી
GPRB દ્વારા આપવામાં આવેલી સંભવિત સમયરેખા મુજબ લોકરક્ષક ભરતી માટેની શારીરિક કસોટી ડિસેમ્બર 2026 અથવા જાન્યુઆરી 2027થી શરૂ થઈ શકે છે. એટલે જે ઉમેદવારો પોલીસ ભરતીમાં જોડાવા માંગે છે તેમણે અત્યારથી જ દોડ અને ફિઝિકલ ટેસ્ટની તૈયારી શરૂ કરી દેવી યોગ્ય રહેશે.
પુરુષ ઉમેદવારે 25 મિનિટમાં દોડવા પડશે 5000 મીટર
દોડ કસોટીમાં ક્વોલિફાઈ થવા માટે અલગ-અલગ કેટેગરી માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
પુરુષ ઉમેદવાર: 5000 મીટર દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.
મહિલા ઉમેદવાર: 1600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.
માજી સૈનિક: 2400 મીટર દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.
ઉમેદવારો માટે આ દોડ કસોટી ભરતી પ્રક્રિયાનો મહત્ત્વનો તબક્કો રહેશે.
લેખિત પરીક્ષા માર્ચ-એપ્રિલ 2027માં થવાની શક્યતા
શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ લેખિત પરીક્ષા યોજાશે. હાલની સંભવિત સમયરેખા અનુસાર લેખિત પરીક્ષા માર્ચ અથવા એપ્રિલ 2027માં યોજાઈ શકે છે. જોકે ભરતીનું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર જાહેરાત બહાર પડ્યા બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની તક
લોકરક્ષક કેડરમાં 3000 જગ્યાની સીધી ભરતીથી ગુજરાતના પોલીસ ભરતી ઉમેદવારો માટે મોટી તક ઊભી થવાની છે. ખાસ કરીને ધોરણ 12 પાસ યુવાનો આ ભરતી માટે તૈયારી કરી શકે છે. GPRBએ ઉમેદવારોને ભરતી સંબંધિત વધુ અને સત્તાવાર માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ નિયમિત જોતા રહેવાની સલાહ આપી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓને રાહતઃ દંડનીય વ્યાજમાં 100% માફીની મુદત 31 જાન્યુ. સુધી લંબાઈ
