Indian Hockey Team : ભારતીય હોકી ટીમે પાકિસ્તાન સામે ચાલ્યા આવતા પોતાના દબદબાને હોકી વર્લ્ડ કપ 2026 ના મુકાબલામાં પણ જાળવી રાખતા તેને 5-3 ના અંતરથી પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. પૂલ-D ના આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમનો પ્રભાવ પહેલા ક્વાર્ટરથી જ જોવા મળ્યો હતો, જેને તેમણે છેલ્લે સુધી જાળવી રાખવાની સાથે ટોપ-8 માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
ઈંગ્લેન્ડ સામે ગત મેચમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા માટે આ મેચ ‘કરો અથવા મરો’ જેવી સ્થિતિ વાળો હતો, જેમાં કેપ્ટન હરમેનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમ પૂરી રીતે ખરી ઉતરવામાં સફળ રહી. ભારતીય ટીમ તરફથી આ મેચમાં કેપ્ટન હરમેનપ્રીત અને અભિષેકે જ્યાં 2-2 ગોલ કર્યા, તો એક ગોલ હાર્દિક સિંહ કરવામાં સફળ રહ્યો.
પહેલા ક્વાર્ટરમાં ભારતીય ટીમે 2-0 ની સરસાઈ બનાવી
પાકિસ્તાન સામે આ મુકાબલામાં ભારતીય ટીમે રમતની શરૂઆત થવાની સાથે જ પહેલા ક્વાર્ટરથી જ પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. જેમાં રમતના 4થા મિનિટે મળેલા પેનલ્ટી કોર્નરને કેપ્ટન હરમેનપ્રીત સિંહે ગોલમાં ફેરવવાની સાથે મુકાબલામાં ટીમ ઈન્ડિયાને 1-0 ની સરસાઈ અપાવી દીધી. આ પછી રમતના 10મા મિનિટે અભિષેકે ફીલ્ડ ગોલ કરીને ભારતીય ટીમને મુકાબલામાં 2-0 ની સરસાઈ અપાવી દીધી. પહેલા ક્વાર્ટરની રમત પૂરી થવા પર ભારતીય ટીમ આ મેચમાં 2-0 ની સરસાઈ સાથે આગળ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને વાપસીનો પ્રયાસ કર્યો
પહેલા ક્વાર્ટરને ભારતીય ટીમે જ્યાં 2-0 ના અંતરની સરસાઈ સાથે પૂરો કર્યો હતો, તો બીજા ક્વાર્ટરની શરૂઆત થતા રમતના 20મા મિનિટે મળેલા પેનલ્ટી કોર્નરને ભારતીય કેપ્ટન હરમેનપ્રીત સિંહે ગોલ પોસ્ટમાં પહોંચાડવાની સાથે મુકાબલામાં પોતાનો બીજો ગોલ કર્યો અને ભારતીય ટીમને 3-0 ના અંતરથી આગળ કરી દીધી. આ પછી પાકિસ્તાન તરફથી મુકાબલાનો પહેલો ગોલ 21મી મિનિટે શાહિદ હન્નાને કર્યો. 23મી મિનિટે ભારતીય ટીમ તરફથી આ મુકાબલાનો ચોથો ગોલ અભિષેકે કર્યો, જેની સાથે જ ભારતીય ટીમ 4-1 ના અંતરથી આગળ થઈ ગઈ. રમતના 24મા મિનિટે પાકિસ્તાન તરફથી સુફયાન ખાને ગોલ કરીને અંતર 4-2 સુધી લાવી દીધું. હાફ ટાઈમની રમત પૂરી થવા પર ભારતીય ટીમ મુકાબલામાં 4-2 ના અંતરથી આગળ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
છેલ્લા બે ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમે દબદબો જાળવી રાખ્યો
હાફ ટાઈમ પછી રમત શરૂ થતા જ ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમ તરફથી મેચમાં પાંચમો ગોલ હાર્દિક સિંહે કર્યો, જેમને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો જેના દમ પર ટીમ ઈન્ડિયા 5-2 ના અંતરથી મેચમાં આગળ થવાની સાથે પોતાની જીત પાક્કી કરી ચૂકી હતી. આ ક્વાર્ટરમાં પાકિસ્તાન તરફથી ગોલ કરવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તેઓ ભારતીય ડિફેન્સને તોડવામાં સફળ થઈ શક્યા નહીં. ચોથા ક્વાર્ટરમાં રમતના 45મા મિનિટે શાહિદ હન્નાને મુકાબલામાં પોતાનો બીજો ગોલ કરીને અંતર 5-3 સુધી લાવી દીધું, પરંતુ આ જ આખરી સ્કોર લાઈન સાથે મુકાબલો પૂરો થયો અને ભારતીય હોકી ટીમ પાકિસ્તાનને ચારેય ખાના ચિત કરવામાં સફળ રહી.
