Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

IND vs NZ ટેસ્ટ પહેલાં મોટું પ્લાનિંગ, ન્યૂઝીલેન્ડમાં રમશે ભારતની બે ટીમ

IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી થોડા મહિના ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. સપ્ટેમ્બરમાં જ્યાં ટી20 ક્રિકેટનો દબદબો રહેશે, તો ઓક્ટોબરથી ટી20ની સાથે વન-ડે ક્રિકેટ પણ જોવા મળશે. આ બધામાં સૌથી વધુ રાહ ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસની જોવાઈ રહી છે, જેમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી રમાશે. જ્યાં તમામની નજર ટેસ્ટ શ્રેણી પર છે, ત્યાં વન-ડે શ્રેણી પણ ખાસ બનશે કારણ કે વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા જોવાની તક મળશે.

જોકે, આ જ શ્રેણી દરમિયાન ભારતની વધુ એક ટીમ - ઇન્ડિયા A - પણ ન્યૂઝીલેન્ડમાં હશે, જે ત્યાં ન્યૂઝીલેન્ડ A સામે શ્રેણી રમશે.

ક્યારે રમાશે ઇન્ડિયા A ની શ્રેણી?

તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી પહેલાં ઇન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણીની જેમ જ ન્યૂઝીલેન્ડમાં પણ એક શ્રેણીનું આયોજન થશે. ઇન્ડિયા A અને ન્યૂઝીલેન્ડ A વચ્ચે રમાનારી આ શ્રેણીમાં બંને દેશોના ભાવિ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવીને સિલેક્ટર્સને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઇન્ડિયાના દ્રષ્ટિકોણથી આ શ્રેણી વધુ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આનાથી એવા કેટલાક ખેલાડીઓને ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની તક મળશે, જેઓ મુખ્ય ટેસ્ટ ટીમનો પણ હિસ્સો બનવાના છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મળતી માહિતી મુજબ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી 24 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે રમાશે. આ એ જ સમયગાળો છે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની સિનિયર ટીમો વચ્ચે ટી20 અને વન-ડે શ્રેણીના મુકાબલા રમાઈ રહ્યા હશે. એટલે કે એક જ સમયે બે અલગ-અલગ ભારતીય ટીમોને અલગ-અલગ ફોર્મેટમાં રમતી જોઈ શકાશે. આ શ્રેણી પૂર્ણ થયા બાદ મુખ્ય મુકાબલો 19 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં આમને-સામને ટકરાશે.

આ ખેલાડીઓને મળી શકે છે તક

આ શ્રેણીમાં દેવદત્ત પડિક્કલ, આકિબ નબી, ગુરનૂર બ્રાર, ધ્રુવ જુરેલ, ઋષભ પંત, માનવ સુથાર જેવા ખેલાડીઓને તક મળી શકે છે, જેમની ન્યૂઝીલેન્ડ પ્રવાસની ટેસ્ટ શ્રેણીમાં પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે. આ ખેલાડીઓને A શ્રેણીની 3 મેચોમાંથી એક કે બે મેચ રમીને પોતાને તૈયાર કરવાનો સારો અવસર મળશે. આમાંથી કોઈ પણ ખેલાડી વન-ડે કે ટી20 શ્રેણીનો ભાગ નહીં હોય, તેથી સિલેક્શન કમિટી તેમને ઇન્ડિયા A ટીમમાં પસંદ કરે તેવી પૂરી શક્યતા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News