Dailyhunt
Kadi: રોડ પર સૂતા બે નાનકડા ભાઈઓ પર JCB ફરી વળ્યું, માતા કલાકો સુધી મૃતદેહો પાસે બેસી રહી

Kadi: રોડ પર સૂતા બે નાનકડા ભાઈઓ પર JCB ફરી વળ્યું, માતા કલાકો સુધી મૃતદેહો પાસે બેસી રહી

Hum Dekhenge News 2 weeks ago

Kadi News: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં મોડી રાત્રે એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડી-કલ્યાણપુરા રોડ પર ચાલી રહેલા રોડ નિર્માણ કામ દરમિયાન JCB મશીન નીચે આવી જતા બે નાનકડા ભાઈઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓથી આ માર્ગ પર RCC રોડ બનાવવાનું કામ ચાલુ છે. ગત રાત્રે લગભગ 2:30 વાગ્યે JCB મશીનનો ચાલક રિવર્સ લેતા સમયે રોડ કિનારે સૂઈ રહેલા મજૂર પરિવારના બાળકોને જોઈ શક્યો નહોતો.

પરિણામે મશીન સીધું જ બંને બાળકો પર ફરી વળ્યું અને તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

આ હૃદયદ્રાવક ઘટનામાં કડી તાલુકાના નાની કડી નર્મદા કેનાલની પાસે આવેલા રાધે હોટલની પાછળ કોન્ટ્રાક્ટર ના પ્લાન્ટમાં રહેતા હતા અને તેમનું મૂળ વતન નદારપુરા તા. શુંગપુરા જી.ઝાબવા મધ્યપ્રદેશના રહેવાસી મજૂર અલ્કેશ મોહનભાઈ બાભનીયાના બે દીકરાઓ હાર્દિક (ઉંમર 2 વર્ષ) અને કાલિક (ઉંમર 4 વર્ષ)ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઘટના બાદ માતા પોતાના બાળકોના મૃતદેહો પાસે કલાકો સુધી બેસી રહી હતી, જે દૃશ્યે દરેકને ભાવુક કરી દીધા હતા.

બપોરે પરિવારજનો સ્થળ પર પહોંચ્યા બાદ પોલીસે બંને મૃતદેહોને કબજે લઈ કડીની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે કડી-કલ્યાણપુરા રોડ પર જકાત નાકા રામજી મંદિરથી નાની કડી નર્મદા કેનાલ સુધી લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે અને ધૂળ તથા અવ્યવસ્થાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રોડનું એક ભાગનું કામ પૂરું થયું છે જ્યારે હજુ ત્રણ ભાગનું કામ બાકી છે. આ દુર્ઘટનાએ કામકાજ દરમિયાન સલામતીના અભાવ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

PF ધારકો માટે મોટી ખબર! શું મળશે 10% વ્યાજ? સરકારે કર્યો ખુલાસો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News