Chirag Paswan Death Threat: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના અધ્યક્ષ ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સામે આવ્યું છે કે તેમને આ ધમકી ટપાલ દ્વારા મોકલવામાં આવેલા એક પત્રમાં આપવામાં આવી છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ચિરાગ પાસવાનની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. તેમની ઓફિસે આ બાબતને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે અને જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મળતી માહિતી મુજબ, ચિરાગ પાસવાનને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, ‘You will be killed shortly by hardcore Terrorists’, એટલે કે કટ્ટર આતંકવાદીઓ દ્વારા ટૂંક સમયમાં જ તમારી હત્યા કરી દેવામાં આવશે.
ધમકીભર્યો પત્ર સામે આવ્યા બાદ ચિરાગ પાસવાનની ઓફિસે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરી છે. કાર્યાલય તરફથી કેન્દ્રીય ગૃહ સચિવને લખવામાં આવેલા પત્રમાં સમગ્ર મામલાની વિગતો આપવાની સાથે જરૂરી સુરક્ષા પૂરી પાડવા અને યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.
શ્રીકૃષ્ણ જન્મ સમયે બન્યા હતા આ શુભ યોગ, જાતે ખુલ્યા હતા કારાવાસના દરવાજા
ધમકી આપનારની ઓળખ કરવા તજવીજ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા અને આ પત્ર ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તપાસમાં પત્રના સ્ત્રોત અને તેને મોકલનાર વ્યક્તિ વિશેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ચિરાગ પાસવાનને ધમકી આપવા પાછળ કોણ છે અને પત્ર મોકલવાનો મુખ્ય હેતુ શું હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત સુરક્ષા એજન્સીઓ ધમકી સાથે જોડાયેલા તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
નેપાળનું રસુવા 5 વર્ષમાં 5 વખત કેમ તબાહ થયું? જાણો હિમાલયના પૂર પાછળનું ગ્લેશિયર રહસ્ય
