Sports News: ઝડપી ગતિવાળા ક્રિકેટના વર્તમાન યુગમાં ટેસ્ટ ફોર્મેટની લોકપ્રિયતામાં ઝડપથી ઘટાડો થયો છે. T20 ની સફળતાને કારણે મોટાભાગના ફેન્સનો ટેસ્ટમાં રસ પણ ઘટ્યો છે. જ્યારે ક્રિકેટ T20, T10 અને ધ હન્ડ્રેડ સાથે પ્રયોગો કરી રહ્યું છે, ત્યારે ટેસ્ટ ક્રિકેટની પોતાની અલગ ઓળખ છે અને રમતમાં હાલમાં વિકસિત થયેલા તમામ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટની જ દેણ છે.
આ જ કારણ છે કે આજે પણ ટેસ્ટ ક્રિકેટ સાથે સંબંધિત કિસ્સા જાણીને ચાહકો આશ્ચર્યચકિત થઈ જશે.
આવી જ એક કહાણી ભૂતપૂર્વ પાકિસ્તાની દિગ્ગજ હનીફ મોહમ્મદની છે, જેમણે 16 કલાક સુધી બેટિંગ કરીને બોલરોને રડાવી દીધા હતા. આ ઘટના 1958માં બ્રિજટાઉનમાં પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન બની હતી. આ મેચમાં પાકિસ્તાની બેટ્સમેન હનીફ મોહમ્મદે 970 મિનિટ એટલે કે 16 કલાક અને 10 મિનિટ સુધી બેટિંગ કરી હતી. આ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી લાંબી ઇનિંગ છે. આ ઇનિંગ દરમિયાન તેમણે પાકિસ્તાન માટે 337 રન બનાવ્યા હતા.
વેસ્ટઈંડીઝ-પાકિસ્તાનની મેચ ડ્રો થઈ હતી
હનીફ મોહમ્મદની ઐતિહાસિક ઇનિંગનો સમાવેશ કરતી આ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં વેસ્ટઈંડીઝની ટીમે પહેલા બેટિંગ કરતા એવર્ટન વીક્સના 197 અને કોનરાડ હંટેના 142 રનની મદદથી 9 વિકેટે 579 રન બનાવીને દાવ જાહેર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાન 42.2 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેના કારણે વેસ્ટ ઇન્ડીઝને ફોલોઓન કરવાની ફરજ પડી હતી. ફોલોઓન બાદ પાકિસ્તાન બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતર્યું, જેમાં ફરી એકવાર હનીફ મોહમ્મદ ઓપનર બન્યા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
હનીફ પહેલી ઇનિંગમાં ફક્ત ૧૭ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ આ વખતે તે કંઈક અલગ કરવા માટે મક્કમ હતો. હનીફને ઇમ્તિયાઝ અહેમદનો ઉત્તમ સહયોગ મળ્યો, જેમણે 91 રન બનાવ્યા. આમ રમતના પાંચમા દિવસે હનીફની ત્રેવડી સદીના કારણે પાકિસ્તાને આઠ વિકેટે 657 રન પર દાવ જાહેર કર્યો હતો. પ્રથમ અને બીજા ઇનિંગના સ્કોરના આધારે પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝ માટે 185 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઇન્ડીઝ માત્ર 28 રન બનાવી શક્યું, જ્યારે દિવસ પૂરો થયો ત્યારે મેચ ડ્રો થઈ ગઈ હતી.

