Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહેસાણા નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રેક ક્રોસ કરતી વખતે માલગાડીની ટક્કરે ત્રણ સગીરોના મોત

મહેસાણા નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રેક ક્રોસ કરતી વખતે માલગાડીની ટક્કરે ત્રણ સગીરોના મોત

Hum Dekhenge News 4 months ago

Mahesana Train Accident: મહેસાણાના શોભાસણ ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શોભાસણ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર માલગાડીની અડફેટે આવી જતાં ત્રણ માસૂમ સગીરોના કરૂણ મોત નીપજ્યા છે. આ કાળમૂખી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક બાળકોના પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું છે.

રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, આ કરુણ દુર્ઘટના સાંજના આશરે 4:26 વાગ્યાની આસપાસ બની હતી. શોભાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા ત્રણ કિશોરો કોઈ કારણસર રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી પહોંચેલી એક માલગાડીએ ત્રણેયને પોતાની અડફેટે લઈ લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનની ટક્કર વાગતાની સાથે જ ત્રણેય બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ત્રણ આશાસ્પદ વહાલસોયા દીકરાઓ ગુમાવતા ઠાકોર પરિવાર શોકમાં

આ અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા કિશોરોની ઓળખ થઈ ગઈ છે, જેમાં શોભાસણ ગામના 15 વર્ષીય જીગ્નેશ હમીરજી ઠાકોર (ધોરણ 11), 16 વર્ષીય મૌલિકજી ફતેહસિંહ ઠાકોર (ધોરણ 11) અને 9મા ધોરણમાં અભ્યાસ કરતા 14 વર્ષીય યુવરાજ રણજીતજી ઠાકોરનો સમાવેશ થાય છે. એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ દીકરાઓ ગુમાવતા ઠાકોર વાસ સહિત આખું ગામ શોક સાગરમાં ડૂબી ગયું છે.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે રેલવે અને સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય કિશોરોના મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ગીર સોમનાથ: 13 વર્ષની માસૂમ પર પરણિત નરાધમનું દુષ્કર્મ, 18 અઠવાડિયાનો ગર્ભ રહી જતાં હડકંપ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News