Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહુવામાં બુટલેગરની દાદાગીરી! વિજિલન્સ અધિકારી પર હુમલાનો આરોપ

મહુવામાં બુટલેગરની દાદાગીરી! વિજિલન્સ અધિકારી પર હુમલાનો આરોપ

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ગેરકાયદે ધમધમતા દેશી દારૂના નેટવર્ક સામે દરોડો પાડવા પહોંચેલી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC / સ્ટેટ વિજિલન્સ)ની ટીમ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીબાગ વિસ્તાર નજીક દારૂના અડ્ડા પર રેડ દરમિયાન અધિકારીઓ સાથે ઝપાઝપી કરી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સમક્ષ ખુલ્લેઆમ દાદાગીરી કરતા બુટલેગરનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ભારે હોબાળા બાદ હરકતમાં આવેલી મહુવા ટાઉન પોલીસે મુખ્ય આરોપી લાલજી બોઘાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અધિકારીનો કાંઠલો પકડી રૂમમાં પૂરી માર માર્યાનો દાવો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ મહુવાના ગાંધીબાગ વિસ્તારમાં દેશી દારૂના ઠેકાણા પર ઓચિંતો દરોડો પાડવા પહોંચી હતી. આ દરમિયાન બુટલેગરોના પરિજનો અને અસામાજિક તત્વોએ ટીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આરોપ છે કે એક મહિલાએ વિજિલન્સ અધિકારીનો કાંઠલો પકડી તેમને રૂમમાં ખેંચી જઈ માર માર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પીડિત અધિકારી “અમે કોઈ લુખ્ખા નથી, અમને જવા દો” તેવી આજીજી કરતા સંભળાય છે. હુમલાખોરોએ વિજિલન્સની ટીમને ભારે ધાકધમકી આપી ભગાડી મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

PSIની હાજરીમાં બુટલેગરનો પડકાર: ‘થાય તે કરી લે, અહીં ફાયરિંગ કરી નાખ’

વિજિલન્સ પર હુમલા બાદ સ્થળ પર દોડી આવેલી મહુવા ટાઉન પોલીસ સમક્ષ પણ નામચીન બુટલેગર લાલજી બોઘા બેખોફ બનીને વર્તતો જોવા મળ્યો હતો. વાયરલ થયેલા બીજા વીડિયોમાં ખુદ પીએસઆઈ (PSI)ની હાજરીમાં આરોપી પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ગેરવર્તણૂક કરી રહ્યો હોવાનું જણાય છે. તેણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા “તારાથી થાય તે કરી લે, અહીં ફાયરિંગ કરી નાખ” જેવી ઉદ્ધત ધમકીઓ ઉચ્ચારી હતી, જેનાથી ખાખીની આબરૂના ધજાગરા ઉડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં મહિલા સાંસદને કારે કચડી, PMએ ઇરાદાપૂર્વકની ઘટનાનો દાવો કર્યો

પોલીસ કાફલાએ આરોપીને દબોચી લીધો, દેશી દારૂ બનાવવાની સામગ્રી જપ્ત

આ સમગ્ર પ્રકરણના વિડીયો વાયરલ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા હતા. મહુવા ટાઉન પીઆઈ સહિતના વિશાળ પોલીસ કાફલાએ તાત્કાલિક લાલજી બોઘાના રહેણાંક સ્થળે દરોડો પાડી તેની ધરપકડ કરી લીધી છે. સ્ટેટ વિજિલન્સની ફરિયાદના આધારે સરકારી ફરજમાં રુકાવટ, મારપીટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. દરોડા દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો કાચો માલસામાન અને સાધનો પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરથી આવેલી ટીમે રેડ કરવી પડી અને સ્થાનિક પોલીસની હાજરીમાં બુટલેગરે દાદાગીરી કરી તે બાબતે સ્થાનિક પોલીસની રહેમનજર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ઓસ્ટ્રેલિયામાં મહિલા સાંસદને કારે કચડી, PMએ ઇરાદાપૂર્વકની ઘટનાનો દાવો કર્યો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News