Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

માંગરોળમાં મેઘતાંડવ: એકસાથે 22 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર

Rain News : જૂનાગઢના માંગરોળ પંથકમાં આકાશી આફત જેવો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ધબધબાટી બોલાવતા ટૂંકા સમયમાં જ રેકોર્ડબ્રેક 22 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ અતિવૃષ્ટિને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સ્થાનિકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં અનાજ અને તમામ ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામી છે.

લોકો માટે ખાવા-પીવાની સામગ્રી બચાવવી પણ મુશ્કેલ બની ગઈ છે.

ઘરોમાં આશરે પાંચ-પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા

માંગરોળની ‘સાગર સોસાયટી’ આ ભારે વરસાદથી સૌથી વધુ પાયમાલ થઈ છે. આ વિસ્તારના અસંખ્ય ઘરોમાં આશરે પાંચ-પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. પૂરની સ્થિતિ એટલી વિકટ બની છે કે સોસાયટીના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવા અને જરૂરી ચીજવસ્તુઓ લાવવા માટે હોડી (નાવડી) નો આશરો લેવો પડી રહ્યો છે.

રાશન સંપૂર્ણપણે પલળી જતાં મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક નુકસાન

રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરનું અનાજ અને રાશન સંપૂર્ણપણે પલળી જતાં મધ્યમવર્ગીય પરિવારોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પ્રજામાં એ વાતનો ભારે આક્રોશ છે કે ડેપ્યુટી કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યએ આપત્તિગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હોવા છતાં, હજુ સુધી આ જળબંબાકારની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તો બીજી તરફ, તંત્ર પોતાની નબળાઈ છુપાવવા મથતું હોય તેમ ડેપ્યુટી કલેક્ટર નગરપાલિકાની પ્રિ-મોન્સૂન (ચોમાસા પહેલાની) કામગીરીને યોગ્ય ગણાવી રહ્યા છે. તેમનું બહાનું છે કે આખી સિઝનનો વરસાદ માત્ર ગણતરીના કલાકોમાં જ તૂટી પડવાને કારણે માંગરોળની આવી કટોકટીભરી હાલત થઈ છે. જો કે, તેમણે આશ્વાસન આપતાં દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ બધી પરિસ્થિતિ થાળે પડી જશે. આ તરફ વિસ્તારના ધારાસભ્યએ પણ વહીવટીતંત્ર સામે સવાલ ઉઠાવવાને બદલે અતિભારે વરસાદનું કારણ આગળ ધરીને પાલિકાની બેદરકારી પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News