Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કહ્યું, જાણો પ્લેયરના 5 અનોખા કિસ્સા

Messi untold stories : લિયોનેલ મેસીને દુનિયા તેમના શાનદાર ગોલ, અદભુત ડ્રિબ્લિંગ, રેકોર્ડ અને ટ્રોફી માટે ઓળખે છે. 2022માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પોતાના ઐતિહાસિક સફરનો અંત લાવવાની જાહેરાત કરી છે. જોકે, મેસીની સફર માત્ર ફૂટબોલના મેદાન સુધી સીમિત નથી. તેમના બાળપણ, પરિવાર અને મિત્રોને લગતા અનેક એવા કિસ્સા છે, જે બહુ ઓછા લોકો જાણે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

1. ગોલ કર્યા બાદ મેસી આકાશ તરફ કેમ જુએ છે?

મેસીના ગોલ સેલિબ્રેશનમાં બંને હાથની આંગળીઓ આકાશ તરફ કરવાનું દૃશ્ય ખૂબ જાણીતું છે. પરંતુ આ ઈશારા પાછળ તેમની નાની સેલિયા ઓલિવેરા કુકિતીની યાદ જોડાયેલી છે.

બાળપણમાં સેલિયા મેસીને સ્થાનિક ક્લબ ગ્રાન્ડોલીના મેદાન સુધી લઈ જતી હતી. તે સમયે મેસી ઉંમરના અન્ય બાળકો કરતાં કદમાં નાના હતા, જેના કારણે તેમની શારીરિક ક્ષમતા અંગે સવાલો ઉઠતા હતા. જોકે, તેમની નાનીને મેસીની પ્રતિભા પર પૂરો વિશ્વાસ હતો અને તેમણે તેને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કર્યો.

મેસીની નાનીનું અવસાન થયું ત્યારે તે માત્ર 10 વર્ષના હતા. ત્યારથી ગોલ બાદ આકાશ તરફ આંગળીઓ કરવી તેમના માટે નાનીને યાદ કરવાની ભાવનાત્મક રીત બની ગઈ.

2. લા માસિયામાં સાથી ખેલાડીઓને લાગતું હતું કે મેસી બોલતા જ નથી!

13 વર્ષની ઉંમરે મેસી આર્જેન્ટિનાના રોસારિયોથી બાર્સેલોનાની પ્રખ્યાત લા માસિયા એકેડમીમાં પહોંચ્યા હતા. નવો દેશ, નવી ભાષા અને પરિવારથી દૂર રહેવાના કારણે મેસી શરૂઆતના દિવસોમાં ખૂબ જ શાંત રહેતા હતા.

તેમના બાળપણના સાથી અને બાદમાં જાણીતા ફૂટબોલર બનેલા સેસ્ક ફાબ્રેગાસે એક વખત જણાવ્યું હતું કે લા માસિયામાં શરૂઆતમાં કેટલાક ખેલાડીઓને લાગતું હતું કે મેસી કદાચ બોલી જ શકતા નથી.

પરંતુ મેદાન પર બોલ તેમના પગમાં આવતાં જ આ શાંત છોકરાની અસલી ઓળખ સામે આવતી હતી. થોડા જ સમયમાં મેસીએ પોતાની વાત શબ્દોથી નહીં પરંતુ પોતાના રમતથી કરવાનું શરૂ કરી દીધું.

3. પિતા જોર્જે મેસીના કરિયરમાં ભજવી હતી મહત્વની ભૂમિકા

મેસીના કરિયરની શરૂઆતથી જ તેમના પિતા જોર્જ મેસી તેમની સાથે મજબૂતીથી ઊભા રહ્યા હતા. મેસીને ગ્રોથ હોર્મોનની સમસ્યા હોવાની જાણ થયા બાદ તેમના પરિવાર સામે મોંઘી સારવારનો મોટો પડકાર હતો.

જોર્જે પોતાના પુત્રની ફૂટબોલ પ્રતિભાને આગળ વધારવા માટે અનેક પ્રયાસો કર્યા. મેસીના રમતના વીડિયો તૈયાર કરાવીને અલગ-અલગ ક્લબ સુધી પહોંચાડવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2000માં મેસી બાર્સેલોના ગયા ત્યારે જોર્જ પણ તેમની સાથે સ્પેન પહોંચ્યા હતા. કિશોર વયે નવા દેશમાં જીવન શરૂ કરનાર મેસી માટે પિતાની હાજરી ખૂબ મહત્વની હતી.

4. આર્સેનલ પણ મેસીને પોતાની ટીમમાં લેવા માગતું હતું

મેસીનો આખો કરિયર બાર્સેલોના સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે આર્સેનલ તેમને પોતાની ટીમમાં સામેલ કરવા ઉત્સુક હતું.

આર્સેનલના તત્કાલીન મેનેજર આર્સેન વેંગરે મેસીને સહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે મેસી લા માસિયામાં પોતાની પ્રતિભાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા.

જોકે, આ પ્રયાસ સફળ રહ્યો નહીં અને મેસી બાર્સેલોનામાં જ રહ્યા. આગળ જતાં તેમણે બાર્સેલોના સાથે એવો ઈતિહાસ રચ્યો કે ક્લબના મહાનતમ ખેલાડીઓમાં તેમનું નામ હંમેશા માટે લખાઈ ગયું.

5. બાળપણના મિત્રોને આપેલું વચન મેસીએ મેદાન પર નિભાવ્યું

મેસીના બાળપણના મિત્રો લુકાસ સ્કાગ્લિયા અને બેનિટેઝ સાથેનો સંબંધ રોસારિયોના દિવસોથી હતો. બાર્સેલોના ગયા પછી પણ મેસીએ મિત્રો સાથેનો સંપર્ક જાળવી રાખ્યો હતો.

2005માં આર્જેન્ટિનાની અંડર-20 ટીમ તરફથી રમતી વખતે મેસી બ્રાઝિલ સામે મેદાનમાં ઉતર્યા હતા. મેચ પહેલાં તેમના મિત્રોએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે જો મેસી ગોલ કરે તો દિલ પર ત્રણ આંગળીઓ રાખીને ઉજવણી કરવી.

ગોલ કર્યા બાદ મેસીએ ખરેખર પોતાના દિલ પર હાથ રાખીને ત્રણ આંગળીઓનો ઈશારો કર્યો હતો. દુનિયા માટે તે માત્ર એક ગોલ સેલિબ્રેશન હતું, પરંતુ મેસી માટે તે બાળપણના મિત્રો સાથે જોડાયેલી ખાસ યાદ હતી.

સપ્ટેમ્બરના પ્રથમ દિવસે શેરબજાર સુસ્ત, સેન્સેક્સ 77000ની નીચે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News