Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોદી સરકાર એક લિટર પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે? હુડ્ડાએ સંસદમાં જણાવ્યું

મોદી સરકાર એક લિટર પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે? હુડ્ડાએ સંસદમાં જણાવ્યું

Hum Dekhenge News 2 months ago

Petrol Diesel Tax: મંગળવારે (24 માર્ચ) લોકસભામાં ચર્ચામાં ભાગ લેતા રોહતકના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું કે વર્તમાન સરકાર એક લિટર પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલ કરે છે. હુડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન, જનતા પાસેથી પ્રતિ લિટર પેટ્રોલ પર 9 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી અને ડીઝલ પર 3.50 રૂપિયા ટેક્સ લાગતો હતો.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે આજે એક લિટર પેટ્રોલ પર 23 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લાગે છે. જ્યારે એક લીટર ડીઝલ પર 21 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી જનતા પાસેથી વસૂલવામાં આવે છે. હુડ્ડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, “તમને શરમ આવવી જોઈએ.”

સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવાનો કોઈ પ્લાન નથી

દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ વધુમાં કહ્યું, “અમારા સમયમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા હતા. આજે ખેડૂતો પર 32 લાખ કરોડનું દેવું છે, પરંતુ સરકાર પાસે એક રૂપિયો પણ માફ કરવાની યોજના નથી. પરંતુ કોઈ યોજના વગર જ તેમણે 16 લાખ કરોડના કોર્પોરેટ દેવા માફ કર્યા; આ સરકારની વાસ્તવિકતા છે.”

ફક્ત સિલિન્ડર સંકટ જ નથી, સરેન્ડર સંકટ પણ છે - હુડ્ડા

દિપેન્દ્ર હુડ્ડાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે દેશમાં ફક્ત “સિલિન્ડર સંકટ” જ નહીં, “સરેન્ડર સંકટ” પણ છે, જ્યાં ભારતના નિર્ણયો અમેરિકા લઈ રહ્યું છે કે ક્યાંથી તેલ લેવુ અને કયા ભાવે ખરીદવું. હુડ્ડાએ કટાક્ષમાં કહ્યું કે એવું પણ બની શકે છે કે અમેરિકાના હિસાબથી ભારતનું બજેટ રાત્રે 12 વાગ્યે રજૂ કરવામાં આવે. તેમણે લોકસભામાં નાણાકીય બિલ પર ચર્ચા દરમિયાન એવો પણ આરોપ લગાવ્યો કે સરકારની ખોટી આર્થિક નીતીઓના કારણે દેશને નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

ભારતીય રૂપિયો કેમ ઘટી રહ્યો છે – દીપેન્દ્ર હુડ્ડા

કોંગ્રેસ સાંસદ હુડ્ડાએ કહ્યું, “ઇરાની કરન્સી રિયાલ, લેબનીઝ પાઉન્ડ અને ભારતીય રૂપિયામાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇરાન અને લેબનોન પર બોમ્બ પડી રહ્યા છે. નાણાંમંત્રી જણાવે કે ભારતમાં કયો બોમ્બ પડી રહ્યો છે.” તેઓએ કહ્યું કે દેશના એક ટકા નાગરિકોના હાથમાં 40 ટકા સંપત્તિ છે, જ્યારે 50 ટકા લોકોની પાસે માત્ર 3 ટકા સંપત્તિ છે.

શું ઇરાનને "ટોલ" આપીને ભારતના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે? જાણો સરકારે શું કહ્યું…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News