Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEET લીકમાં નવો ખુલાસો, 20 લાખમાં સરકારી સીટ પાક્કી કરાવાના રેકેટનો અમદાવાદમાં ફૂટ્યો ભાંડો!

NEET લીકમાં નવો ખુલાસો, 20 લાખમાં સરકારી સીટ પાક્કી કરાવાના રેકેટનો અમદાવાદમાં ફૂટ્યો ભાંડો!

Hum Dekhenge News 4 months ago

NEET OMR Sheet Scam: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET ને લઈને એક એવો સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે, જેને જોઈને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્તબ્ધ થઈ ગયા છે. અત્યાર સુધી તમે પેપર લીક થયાના સમાચારો તો ઘણા સાંભળ્યા હશે, પરંતુ આ વખતે કૌભાંડીઓએ ગેરરીતિ આચરવાનો એક એવો શાતિર અને 'સાઇલેન્ટ' રસ્તો શોધ્યો છે કે જેને સાંભળીને તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દલાલો દ્વારા પરીક્ષા કેન્દ્ર મેનેજ કરીને ઓએમઆર (OMR) શીટ ખાલી છોડવા અને બાદમાં તેમાં સાચા જવાબો ભરીને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવા માટે 20 લાખ રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.

આ રીતે દલાલો કરતા હતા આખું પ્લાનિંગ

આ નવા રેકેટ હેઠળ દલાલો વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન પોતાની ઓએમઆર શીટ સંપૂર્ણપણે ખાલી છોડી દેવાની સલાહ આપતા હતા. આરોપ મુજબ, દલાલોનો એવો દાવો હતો કે વિદ્યાર્થીએ માત્ર પોતાના પરીક્ષા કેન્દ્ર (એક્ઝામ સેન્ટર) ની માહિતી આપવાની રહેશે. આ પછી, તે સેન્ટરના ચોક્કસ સ્ટાફ અને અધિકારીઓને મોટી રકમ આપીને ‘મેનેજ’ કરી લેવામાં આવતા હતા, જેથી પરીક્ષા પૂરી થયા બાદ ખાલી છોડવામાં આવેલી OMR શીટ પર સાચા જવાબોના વર્તુળો (સર્કલ્સ) જાતે ભરી શકાય.

તપાસકર્તાઓને કોઈ શંકા ન જાય અને આખી પ્રક્રિયા એકદમ સામાન્ય લાગે તે માટે આ રેકેટ વિદ્યાર્થીને ટોપર બનાવવાની કે બહુ વધારે માર્ક્સ અપાવવાની લાલચ નહોતું આપતું. તેના બદલે, ઓએમઆર શીટમાં એટલા જ માર્ક્સના સાચા જવાબો ભરવામાં આવતા હતા, જેનાથી વિદ્યાર્થીને કોઈ પણ સરકારી મેડિકલ કોલેજમાં સરળતાથી સીટ મળી જાય.

અમદાવાદના શુભમે કર્યો ભાંડાફોડ, પોલીસ તપાસ તેજ

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ અમદાવાદના શુભમ ઠક્કર નામના એક જાગૃત વિદ્યાર્થીએ કર્યો છે, જેણે વર્ષ 2023 અને 2024 માં પોતે નીટની પરીક્ષા આપી હતી. શુભમે દલાલો સાથે થયેલી આ આખી શંકાસ્પદ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું અને આ તમામ પુરાવાઓ સાથે ગુજરાત સાયબર સેલમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. શુભમની આ ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસની ટીમો આ મામલાની ઊંડી તપાસમાં જોતરાઈ ગઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News