Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nepal: એક કોલથી બચ્યો એન્જિનિયરનો જીવ, પત્ની-બાળકી હજુ લાપતા

Odisha Engineer Rescue :નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ તબાહીનું ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે. અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા પરિજનોની શોધમાં છે. અપર ત્રિશૂલી હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં ફસાયેલા ભારતીય કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે.

આ દુર્ઘટનામાં ઓડિશાના બારાગઢના રહેવાસી અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં એન્જિનિયર તરીકે કામ કરતા જય કૃષ્ણાનો જીવ એક ફોન કોલને કારણે બચી ગયો.

પૂર આવવાની થોડી જ મિનિટો પહેલાં તેમને ફોન કરીને તાત્કાલિક ટનલ તરફ આવવા માટે કહેવામાં આવ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જય કૃષ્ણા પોતાના ક્વાર્ટરમાંથી નીકળીને ટનલ તરફ જતા રહ્યા. તેમનું ક્વાર્ટર ભોટેકોશી નદીના કિનારે જ હતું. તેમની પત્ની અને માત્ર બે વર્ષની દીકરી તે સમયે ઘરે જ હતાં. અચાનક આવેલા જળપ્રલય બાદ બંનેનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

ફોન કોલથી બદલાઈ ગઈ આખી જિંદગી

જય કૃષ્ણાના જણાવ્યા મુજબ, બુધવારે સવારે લગભગ સાડા સાત વાગ્યે તેમનું કામ પૂરું થયું હતું અને તેઓ ઘરે જવા નીકળ્યા હતા. તેમનું ક્વાર્ટર ટનલથી આશરે દોઢ કિલોમીટર દૂર હતું.

તેઓ ઘર તરફ જવા નીકળ્યા એ જ સમયે તેમને વર્કશોપમાં આવીને ટનલનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ તેઓ બે સાથી કર્મચારીઓ સાથે ટનલમાં ગયા.

થોડી જ વારમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો અને ટનલમાં પાણી ઘૂસવા લાગ્યું. જીવ બચાવવા માટે જય કૃષ્ણા ટનલના એવા ઊંચા ભાગમાં પહોંચી ગયા, જે નદીના સ્તરથી આશરે 40 મીટર ઊંચો હતો.

થોડી જ ક્ષણોમાં પૂરનું પાણી એટલી ઝડપથી આવ્યું કે આસપાસની કોલોની અને વર્કશોપ સંપૂર્ણપણે પાણીમાં વહી ગયા.

આંખો સામે બધું તબાહ થઈ ગયું

જય કૃષ્ણાએ દુર્ઘટનાની ભયાનકતા વર્ણવતા જણાવ્યું કે તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એક જ ઝટકામાં આખી કોલોની અને વર્કશોપ પાણીમાં વહી ગયા હતા.

તેમણે કલાકો સુધી પત્ની અને દીકરી માટે બૂમો પાડી અને રડતા રહ્યા. પરંતુ આસપાસ માત્ર કાટમાળ અને વિનાશ જ દેખાતો હતો.

હાલ જય કૃષ્ણા કાઠમંડુની એક હોટલમાં રોકાયેલા છે. પૂર દરમિયાન તેમના તમામ દસ્તાવેજો પણ વહી ગયા છે. હવે નવા દસ્તાવેજો તૈયાર કરાવ્યા બાદ તેમને ભારત પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાશે.

પરિવાર પરત મળશે તેવી આશા

પત્ની અને દીકરીના કોઈ સમાચાર ન મળ્યા હોવા છતાં જય કૃષ્ણાએ હજુ આશા છોડી નથી. તેમને વિશ્વાસ છે કે કદાચ કોઈ ચમત્કાર થાય અને તેમનો પરિવાર સુરક્ષિત મળી આવે.

જય કૃષ્ણા વર્ષ 2019માં નેપાળ ગયા હતા. આ પહેલાં તેઓ જમ્મુ-કાશ્મીરમાં પણ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યા છે.

તેમણે જણાવ્યું કે તેમની પત્ની ક્યારેય કોઈ બાબતની ફરિયાદ કરતી નહોતી અને બંનેનું લગ્નજીવન ખુશહાલ હતું. પરિવાર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે જો તેમના સ્વજનો નહીં મળે તો પણ તેમની યાદો હંમેશા તેમની સાથે રહેશે.

દેશના 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: ઉત્તરાખંડમાં ફ્લેશ ફ્લડનો ખતરો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News