Nepal Flood: નેપાળમાં આવેલી ભયાનક પૂરની હોનારત માનવ જીવન પર કેટલી ભારે પડી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં સેંકડો અજ્ઞાત મૃતદેહોની ઓળખ કર્યા વિના જ તેમને સામૂહિક રીતે દફનાવવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ મૃતદેહોના અંતિમ સંસ્કાર છે? ટેકનિકલ રીતે જોઈએ તો નેપાળ વહીવટીતંત્ર મૃતદેહોને દફનાવીને તેમના અંતિમ સંસ્કાર નથી કરી રહ્યું, પરંતુ તેને સાચવવાનો (સુરક્ષિત રાખવાનો) પ્રયાસ કરી રહ્યું છે.
જેથી ભવિષ્યમાં આ મૃતદેહો સંબંધિત દાવેદારોને તેમના પરિજનોના અવશેષો DNA ટેસ્ટ બાદ સોંપી શકાય.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નેપાળ-તિબ્બત સરહદ નજીક ગ્લેશિયર તૂટી પડવાને કારણે ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓમાં પાણી, કાદવ, ખડકો અને ભારે માત્રામાં કાટમાળ આપત્તિ બનીને માનવ વસાહતો અને લોકોને વાહવી ગયો હતો. જેમાં હજારો લોકો ગુમ થઈ ગયા હતા. હવે જ્યારે બધું શાંત થઈ ગયું છે ત્યારે કાદવ અને કાટમાળમાં દબાયેલા લોકોના શબ બહાર કાઢવામાં આવી રહ્યા છે.
મૃતદેહો ઓળખવા મુશ્કેલ, રોગચાળાનો ભય
પાણી અને કાદવમાં દબાયેલા શબ એટલી ખરાબ સ્થિતિમાં છે કે તેમને ઓળખવા મુશ્કેલ બની ગયા છે. પાણીમાં ફૂલી ગયેલા મૃતદેહો ઝડપથી સડી રહ્યા છે. એક-બે કે દસ મૃતદેહો હોય તો તેમને થોડા દિવસો માટે પ્રોસેસ કરીને સુરક્ષિત રાખી શકાયા હોત. પરંતુ કેટલીક જગ્યાએ એકસાથે સેંકડો મૃતદેહો મળી આવ્યા છે અને તમામ ઝડપથી ડીકંપોઝ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સ્થાનિક તંત્ર સામે તેમની ઓળખ કરવી અને તેમને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાની મોટી સમસ્યા ઊભી થઈ છે.
નેપાળના શવગૃહ (મોર્ચ્યુઅરી) અને કામચલાઉ આશ્રય કેન્દ્રોમાં જગ્યાઓ પૂરી થઈ ગઈ છે. તમામ સુવિધા કેન્દ્રો મૃતદેહોથી ભરાઈ ગયા છે. આ સાથે ઝડપથી સડતા આ શવોને સાચવવા મુશ્કેલ બની રહ્યા છે. તેથી નેપાળમાં પૂર પીડિતોના અજ્ઞાત મૃતદેહોને દફનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી: ટપાલ દ્વારા મોકલાયો પત્ર
8 જિલ્લાઓમાંથી 700 થી વધુ મૃતદેહો બરામદ
નેપાળના વિવિધ વિસ્તારોમાંથી શનિવાર સાંજ સુધીમાં મળી આવેલા મૃતદેહોની સંખ્યા 768 સુધી પહોંચી ગઈ હતી. જેમાંથી માત્ર 20 ની જ ઓળખ પરિજનો કરી શક્યા હતા. બાકીના શબ ઝડપથી સડી રહ્યા હતા. વહીવટીતંત્ર પુરાવા સાચવવા અને જગ્યા શોધવામાં લાગેલું હતું. આથી નેપાળ પ્રશાસને શવોને સામૂહિક રીતે દફનાવવાનો નિર્ણય લીધો હતો. આ પગલું એવા સમયે લેવાયું જ્યારે રવિવાર સુધીમાં વિનાશક પૂરથી મરનારાઓનો આંકડો 734 સુધી પહોંચી ગયો હતો. આ તમામ શબ આઠ જિલ્લાઓમાંથી મળ્યા હતા.
ચિતવનમાં સૌથી વધુ મોત નોંધાયા છે, જ્યાંથી 259 શબ મળ્યા છે. ત્યારબાદ નવલપરાસી પૂર્વમાં 184, નવલપરાસી પશ્ચિમમાં 82, ગોરખામાં 58, નુવાકોટમાં 52, ધાડિંગમાં 50, તનાહુંમાં 36 અને રસુવામાં 13 શબ મળ્યા છે. આ સિવાય હજુ પણ આશરે 2,500 લોકો ગુમ છે.
દફનાવવા પાછળના મુખ્ય કારણો અને કાયદાકીય પ્રક્રિયા
‘કાઠમંડુ પોસ્ટ’ના રિપોર્ટ મુજબ, ઈમરજન્સી પ્રોટોકોલ હેઠળ મૃતદેહોને સુરક્ષિત રીતે સ્ટોર કરવાની ક્ષમતા પૂર્ણ થઈ જવાને કારણે અધિકારીઓ અજ્ઞાત શવોને દફનાવી શકે છે. તેથી સ્થાનિક અધિકારીઓ સામૂહિક રીતે આ અજ્ઞાત મૃતદેહોને દફનાવી રહ્યા છે. પરંતુ તેમને દફનાવતા પહેલા DNA સેમ્પલ, ફોટોગ્રાફ્સ અને અન્ય ઓળખ સંબંધિત પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
શવોની ઓળખના પ્રયાસમાં સાત ફોરેન્સિક પેથોલોજિસ્ટ અને સાત ડેન્ટલ સર્જન સહિત 40 સભ્યોની મેડિકલ ટીમ કાર્યરત છે. કામચલાઉ કેન્દ્રોમાં રખાયેલા શવોમાંથી DNA સેમ્પલ અગાઉથી જ લેવાઈ ચૂક્યા છે. નવલપરાસી પૂર્વમાંથી શવોને પોખરા, પાલપા, રૂપનદેહી અને કપીલવસ્તુની હોસ્પિટલોમાં પણ ટ્રાન્સફર કરવા પડ્યા હતા.
શ્રીકૃષ્ણ જન્મ સમયે બન્યા હતા આ શુભ યોગ, જાતે ખુલ્યા હતા કારાવાસના દરવાજા
ચિતવન જિલ્લા સુરક્ષા સમિતિએ નેપાળના ‘અજ્ઞાત અને અનાથ મૃતદેહ વ્યવસ્થાપન માર્ગદર્શિકા, 2026’ હેઠળ ભરતપુર મહાનગરપાલિકાના દેવઘાટ ખાતે એક ખુલ્લી જગ્યામાં આ મૃતદેહોને દફનાવવાનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન બલેન્દ્ર શાહે જણાવ્યું હતું કે જે શવોની ઓળખ નથી થઈ શકી તેમનું મેનેજમેન્ટ સરકાર દ્વારા કરવામાં આવશે જેથી ભવિષ્યમાં પરિવારજનોને અવશેષો સોંપી શકાય.
ભવિષ્યમાં કેવી રીતે થશે મૃતદેહોની ઓળખ?
દફનાવતા પહેલા ફોરેન્સિક ટીમો દરેક શરીરનો DNA સેમ્પલ લઈ રહી છે અને દરેક બોડીને એક કાયમી રેફરન્સ/ટ્રેકિંગ નંબર આપવામાં આવી રહ્યો છે. તેમની તસવીરો, શારીરિક વર્ણન, કપડાં, ઘરેણાં, ઓળખપત્ર વગેરે પણ તે જ ટ્રેકિંગ નંબર હેઠળ સાચવવામાં આવશે.
અધિકારીઓ દ્વારા તપાસ, પોસ્ટમોર્ટમ, ડીએનએ પ્રોફાઈલ, દફનાવવાની તારીખ અને દરેક કબરના ચોક્કસ લોકેશનનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. બાદમાં ગુમ થયેલા લોકોના આ રેકોર્ડ્સ અને રિપોર્ટ્સનું સંબંધીઓ તરફથી મળેલા DNA સેમ્પલ રિપોર્ટ સાથે મેચિંગ કરવામાં આવશે.
કાઠમંડુમાં પણ અધિકારીઓએ સંભવિત દફન સ્થળોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. આ રીતે નેપાળ પ્રશાસન બે અતિ આવશ્યક જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે: સડતા મૃતદેહોથી ફેલાતા જાહેર આરોગ્ય સંકટ (રોગચાળા)ને રોકવું અને પરિવારો પોતાના ગુમ થયેલા સ્વજનોને ઓળખવાની તક ન ગુમાવે તે સુનિશ્ચિત કરવું.
નેપાળનું રસુવા 5 વર્ષમાં 5 વખત કેમ તબાહ થયું? જાણો હિમાલયના પૂર પાછળનું ગ્લેશિયર રહસ્ય
