5G Advanced: દેશભરમાં 5G નેટવર્કના ઝડપી વિસ્તાર બાદ હવે ટેલિકોમ ઉદ્યોગ નેટવર્ક ટેકનોલોજીના આગામી મોટા અપગ્રેડ 5.5G પર નજર રાખી રહ્યો છે. 5G-Advanced તરીકે પણ ઓળખાતી આ ટેકનોલોજી હાલના 5G નેટવર્કનું વધુ શક્તિશાળી, સ્થિર અને સ્માર્ટ સંસ્કરણ છે. ભવિષ્યમાં 6G ટેકનોલોજી આવે તે પહેલાં, 5.5G નેટવર્ક ક્ષમતા અને એકંદર પર્ફોર્મન્સ સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જિયો પણ આ નવી ટેકનોલોજી પર તબક્કાવાર કામ કરી રહી છે.
શું છે 5.5G?
5.5G એ કોઈ સંપૂર્ણપણે નવું કે અલગ મોબાઈલ નેટવર્ક નથી, પરંતુ હાલના 5G નેટવર્કનું જ એક અત્યાધુનિક અપગ્રેડેડ વર્ઝન છે. આ ટેકનોલોજીમાં નેટવર્ક સ્પીડ, કેપેસિટી અને સ્ટેબિલિટી વધારવા માટે અદ્યતન સૉફ્ટવેર, એડવાન્સ્ડ એન્ટેના ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એકસાથે મોટી સંખ્યામાં યુઝર્સને વગર કોઈ અવરોધે વધુ સારો અને ઝડપી નેટવર્ક અનુભવ પૂરો પાડવાનો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડાઉનલોડ સ્પીડમાં થશે ઉછાળો: 10 Gbps સુધીની સ્પીડ મળશે
ઇન્ટરનેટ સ્પીડના મામલે 5.5G નેટવર્ક વર્તમાન 5G કરતાં અનેક ગણું આગળ હશે. જ્યાં સામાન્ય 5G નેટવર્ક પર મહત્તમ ડાઉનલોડ સ્પીડ 1 Gbps સુધી મળે છે, ત્યાં 5.5G ટેકનોલોજીમાં 10 Gbps સુધીની સુપરફાસ્ટ સ્પીડ મેળવી શકાશે. આ ઉપરાંત અપલોડ સ્પીડમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. નેટવર્ક લેટન્સી ખૂબ ઓછી થવાના કારણે ઓનલાઈન ગેમિંગ, 4K/8K લાઈવ સ્ટ્રીમિંગ, ક્લાઉડ ગેમિંગ અને AR/VR નો અનુભવ પહેલા કરતાં ઘણો બહેતર અને સ્મૂથ બનશે.
AI-આધારિત નેટવર્ક અને આધુનિક પ્રોસેસરની જરૂરિયાત
5.5G ની અન્ય એક મોટી વિશેષતા એ છે કે તેમાં AI-આધારિત નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે રિયલ-ટાઇમ નેટવર્ક ટ્રાફિકને વધુ સારી રીતે સંચાલિત કરશે. આનાથી મોટી સંખ્યામાં IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) ડિવાઈસીસ એકસાથે કનેક્ટ થઈ શકશે. આ ટેકનોલોજીનો લાભ લેવા માટે તમારા સ્માર્ટફોનમાં નવું પ્રોસેસર હોવું જરૂરી છે. હાલમાં Snapdragon 8 Gen 3 તથા MediaTek Dimensity 9300 સીરીઝના ચિપસેટને 5.5G-તૈયાર માનવામાં આવે છે. તમારા ફોનની સેટિંગ્સમાં પ્રિફર્ડ નેટવર્ક ટાઈપ 5G (Auto) રાખવાથી નેટવર્ક ઉપલબ્ધ થતાં જ આ સેવાનો લાભ મેળવી શકાશે.
