Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રેસલર Vinesh Phogatને સુપ્રીમથી મળી રાહત, 2026 એશિયન ગેમ્સના ટ્રાયલમાં ભાગ લઈ શકશે

રેસલર Vinesh Phogatને સુપ્રીમથી મળી રાહત, 2026 એશિયન ગેમ્સના ટ્રાયલમાં ભાગ લઈ શકશે

Hum Dekhenge News 1 month ago

Vinesh Phogat: રેસલર વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને એશિયન ગેમ્સ સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની અરજી પર નોટિસ જારી કરી છે. વધુ સુનાવણી 1 જૂને થશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) એ દિલ્હી હાઈકોર્ટના ઓલિમ્પિક રેસલર વિનેશ ફોગાટને 2026 એશિયન ગેમ્સ માટે સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જે શનિવારે નવી દિલ્હીમાં યોજાવાની છે.

WFI એ તેની સ્પેશિયલ લીવ પિટિશન (SLP) માં દિલ્હી હાઈકોર્ટના 22 મેના ડિવિઝન બેન્ચના આદેશને પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર ગણાવ્યો હતો. WFI એ દલીલ કરી હતી કે વિનેશના પક્ષમાં આદેશ જારી કરતા પહેલા ફેડરેશનને વિગતવાર જવાબ દાખલ કરવાની પૂરતી તક આપવામાં આવી ન હતી.

ખેલાડીઓની યાદી મહિનાની શરૂઆતમાં જાપાન મોકલાઈ હતી

ફેડરેશને સંકેત આપ્યો હતો કે જો ફોગાટ ટ્રાયલમાંથી ક્વોલિફાય થાય છે, તો પણ લોજિસ્ટિકલ સમસ્યાઓ હોઈ શકે છે, કારણ કે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓની યાદી આ મહિનાની શરૂઆતમાં જાપાન મોકલવામાં આવી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે જો અમે કોઈક રીતે તેને એક આઈકોનિક ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરી લઈએ છીએ તો પણ તેણે ફક્ત 50 કિગ્રા શ્રેણીમાં જ સ્પર્ધા કરવી પડશે.

બીજી તરફ એશિયન ગેમ્સના સિલેક્શનની ટ્રાયલ 30 અને 31 મેના રોજ યોજાવાની છે.

વિનેશે 2023 માં WFIના તત્કાલીન પ્રમુખ અને ભાજપ નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપોને લઈને મહિલા કુસ્તીબાજો સાથે ધરણામાં ભાગ લીધો હતો. 2024માં પેરિસ ઓલિમ્પિકમાં નિર્ધારિત વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને 50 કિગ્રા શ્રેણીની ફાઇનલમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ તેણે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ઈરાન યુદ્ધની અસર : ભારતમાં ખાતર લઈ જતા 17 જહાજો પર્સિયન ગલ્ફમાં ફસાયા, આ છે સરકારની યોજના

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News